ગારિયાધાર મુકામે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ- ગારિયાધાર નિ કાર્યકારી બેઠક મળી જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના પ્રતિનિધી તરીકે વિજયભાઈ આહીર(જિલ્લા અધ્યક્ષ), રાજેન્દ્રસિંહ સોલંકી (પ્રદેશમંત્રી), અશોક ભાઈ ઉલવા (જિલ્લાઉપાધ્યક્ષ)એ હાજરી આપિ હતી. જેમાં સંગઠન નો પરિચય, કાર્ય પ્રણાલી, અને કાર્યક્રમોની માહિતી પૂરી પાડવામાં આવી હતી. રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગારિયાધાર તાલુકાના સંયોજક તેમજ સહસંયોજક તથા કેન્દ્રવતી મુજબ સંયોજક અને સહસંયોજકની રચના કરી ઘોષણા કરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગારિયાધાર દ્વારા રાજ્ય કક્ષા એ શ્રેષ્ઠ શિક્ષક તથા મોરારી બાપુ ના હસ્તે ચિત્રકુટ એવોર્ડ પ્રાપ્ત કરનાર રમેશભાઈ એન. પરમાર(માંડવી કેન્દ્રવતી શાળા)નું સન્માન કરવામાં આવ્યું હતું. આજરોજની બેઠકમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગારિયાધાર તાલુકાના સંયોજક તરીકે ડાયસંગભાઈ મકવાણા તથા સહસંયોજક તરીકે રમેશભાઈ પરમાર, કિરણભાઈ પાંઘી તથા દરેક કેન્દ્રવતિ શાળા પ્રમાણે સંયોજક અને સહસંયોજક ની વરણી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાગજીભાઈ પરમાર દ્વારા કરવા માં આવ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે દીનેશભાઈ ઝાલા, ચેતનભાઈ ગોધાણી, હાર્દિકભાઈ ખેની એ જહેમત ઉઠાવી હતી….