ગીર સોમનાથ જિલ્લામાં પડેલા સતત ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાન નું (ઇકોનોમિક વેલ્યુ) આવકનો સ્ત્રોત ગણીને સર્વે કરાવવામાં આવે અને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વળતર ચુકવવામાં આવે તે માટે ખેડૂત એકતા મંચ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા થોડાક દિવસો પહેલા ૨૦થી ૨૫ દિવસ સતત પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકોને ખૂબ મોટા પાયે નુકસાન થયેલ છે ગીર સોમનાથ જિલ્લામાં પાઠ જેવા કે મગફળી કપાસ કઠોળ અને શાકભાજીનાપાકો માં વરસાદી પાણી ભરાવાથી ખેડૂતોના પાકો નિષ્ફળ ગયેલા છે અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો દ્વારા જાણવા મળેલ મુજબ હાલ ગીર સોમનાથ જિલ્લામાં જે સર્વે ની કામગીરી ચાલુ છે તે ખેડૂતોના ઉભા છોડને સર્વે થાય છે ખરેખર ખેડૂતોને ઇકોનોમીને વેલ્યુ પાકો ની છે છોડ નહીં? છોડ તો ઘાસચારા માં ઉપયોગી થાય છે ખેડૂતોને આવક પાકોની છે જેમાં ખેડૂત પરિવારનું ગુજરાન ચાલે છે જો ખેડૂતોના પાકોને નુકશાન વળતર નહીં મળે તો ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થઈ જશે અને પ્રધાનમંત્રી ની મહત્વકાંક્ષા છે કે ભારતના ખેડૂતોની આવક 2022 માં ડબલ કરવાની કે સિદ્ધિ નહીં થાય ગુજરાત સરકારે 2016માં જાહેર કર્યા મુજબ ખરીફ પાકમાં ખર્ચ હેક્ટર દીઠ 41265/રૂપિયાનો આવે છે અને હાલમાં ગુજરાત સરકાર દ્વારા નુકસાનીનો સર્વે SDRF અંતર્ગત થાય છે જેથી ખેડૂતોને મોંઘા બિયારણ ખાતર અને બીજા ખર્ચો મોટા પ્રમાણમાં આવે છે ખેડૂતોને મુખ્ય મંત્રી કિસાન સહાય અંતર્ગત નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતો ને ધણેઅંશે નુકસાનીમાં રાહત મળી શકે છે.
રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ