ભાવનગર ખાતે ફરજ બજાવતા સીટીડીવાયએસપીની આઇબી વિભાગમા બદલી થતા તેમની જગ્યાએ નવ નિયુકત એએસપી શફીન હસને સોમવારે વિધીવત ચાર્જ સંભાળી લીધેલ છે. ભાવનગર ખાતે ચાર્જ સંભાળ્યા બાદ એક મુલાકાતમાં આઇપીએસ નવનિયુકત એએસપી શફીન હસને જણાવ્યું હતુ કે કાયદો અને વ્યવસ્થામાં કોઇ પણ ચમરબંધીને છોડાશે નહીં. શફીન હસને વધુમા જણાવ્યું હતુ કે ભાવનગર ખાતે આઇપીએસની એએસપી તરીકેની આ પ્રથમ પોસ્ટીંગ હોવાનુ પણ તેઓએ જણાવ્યુ હતુ. એક જ વર્ષમાં મહેનત કરીને યુ પી એસ સી પરીક્ષા પાસ કરી લીધી હતી. હું ગુજરાતી મીડીયમમાં અભ્યાસ કરી આઇપીએસ બન્યો છુ. મે બીટેક પણ કર્યું છે. તેમ તેમણે જણાવ્યું હતુ. સામાન્ય પરિવારમાંથી આઇપીએસ બનેલા શફીન હસને જણાવ્યું હતુ કે તેમના પિતા ઇલેકટ્રીશીયન છે. અને માતા હોટલો વગેરે જગ્યાએ જઇ કેટરીંગ વગેરેમા કામ કરતા હતા.પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા ત્યારથી લોક સેવાની તમન્ના હતી.