તળાજાના ખેડુતો દ્વારા સતત વરસાદ કારણે પાક નિષ્ફળ જવાથી અતિવૃષ્ટમાં સમાવેશ કરવા બાબતે આવેદનપત્ર આપાયું

400

આજે તળાજા તાલુકાના ખેડૂતો અને આગેવાનો જેવા કે જગતતાત ફાઉન્ડેશન ના પ્રદેશ પ્રમુખ દશરથસિહ ગોહિલ તણસા, ભાવનગર જિલ્લાના પ્રમુખ ભરતસિંહ વાળા , તળાજા તાલુકાના પ્રમુખ અશોકસિંહ સરવૈયા દ્વારા મામલતદાર અને કલેકટર ને ખેતિવાડી વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સતત વરસાદથી પાક નિષ્ફળ જવાથી અતિવૃષ્ટિ મા એટલે કે અતિભારે વરસાદ માં સામેલ કરવા બાબતે આવેદનપત્ર અપાયું
તળાજા તાલુકાના ખેડૂતો અને આગેવાનો દ્વારા મામલતદાર ને અતિભારે વરસાદ(અતિવૃષ્ટિ) માં તળાજા અને ઘોઘા નો સમાવેશ કરવા બાબતે. જણાવવાનું કે સરકાર અને ખેતીવાડી ખાતાએ તળાજા તાલુકા ને અતિ વરસાદ અતિવૃષ્ટિ થી બાદ કરેલ છે તે બે દિવસમાં રદ કરે. કારણ કે સતત ૩૫ કે ૪૫ દિવસથી વરસાદ શરૂ રહેવા થી તળાજા અને ઘોઘા તાલુકાના ૫૦ ટકાથી વધારે ગામડાઓમાં ખેડૂતોના મોટા ભાગના ઉભા પાકો વરસાદ થી ૮૦ ટકાથી વધારે નાશ પામેલ છે તેમજ બીજા અનેક ગામડાઓમાં રેસ ફૂટી જવાથી પાકો નિષ્ફળ ગયા હશે.ખાસ કરીને તળાજા થી મેથળા સુધીના દરિયા કિનારે આવેલ ગામો વાલર ,તલ્લી ,દાઠા ,રોજીયા વેજોદરી ,મંગેળા, ભુગર, ગાધેસર, કેરાળા, પ્રતાપરા, મેથળા મધોવન, મહાદેવપુરા ,સખવદર ઉસડી, નીચડી , ખંઢેરા સરતનપર પસ્વી, પાદરી વગેરે દરિયાકાંઠાના ૩૦થી વધારે ગામોમાં અતિ વરસાદથી પાકનો નાશ પામેલ છે છતાં પણ સરકાર અને તંત્રે તળાજા તાલુકા અને અતિભારેવરસાદ અતિવૃષ્ટિ મા સમાવેશ ન કરી અને શા માટે બંધ કરી સારા વર્ષની ટકાવારીમાં લીધેલ છે.
હાલના અતિ વરસાદથી કપાસ ,સિંગ, મગફળી તલ,બાજરી.જુવાર શાકભાજી ,પશુઓનો ઘાસચારો વગેરે ખેડૂતોએ તમામ પ્રકારની મહેનત અને ખર્ચ કરી તૈયાર કરેલ પાક નિષ્ફળ જાય તેવા સમયે સરકારે જાહેર કરેલ અતિ વરસાદ થી થયેલ નુકસાનનું વળતર મળ્યું જોઈએ તોજ ખેડૂતો બચી શકે તેમ છે.
ઉપરોક્ત બાબતે સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ જવાબદારી આજની ખેતીવાડી અધિકારી અને સરકારની હશે તેમજ તળાજા તાલુકાના ખેડૂત એકતા મંચ ના પ્રમુખ અશોક સિંહ કે સરવૈયાની નવી કામરરોલ. જિલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા . જગતતાત ફાઉન્ડેશન ના પ્રદેશ પ્રમુખ દશરથસિંહ ગોહિલ તણસા વગેરે આગેવાનો જણાવી રહ્યા છે.

Previous articleકલેક્ટરના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયત અંગેની જિલ્લા સર્વેલન્સ અને સંકલનની બેઠક યોજાઈ
Next articleશહેરમાં એક જ પરીવારના ૪ વ્યક્તિનો સામૂહિક આપઘાત