શહેરમાં એક જ પરીવારના ૪ વ્યક્તિનો સામૂહિક આપઘાત

592

પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી : રિટાયર્ડ ડ્ઢઅજના પુત્રએ પહેલા પોતાના પાલતું શ્વાનને ગોળી મારી પછી પત્ની અને બે દીકરી સાથે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી જિંદગી ટૂંકાવી : ડ્ઢઅજ સફિન હસન


ભાવનગરના વિજયરાજનગરમાં સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે. રિટાયર્ડ ડ્ઢઅજ નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા (ઉં.વ. ૪૦) અને બે દીકરીઓ નદીનીબા (ઉં.વ.૧૮) અને યશસ્વીબા (ઉં.વ.૧૧) સાથે સામૂહિક આપઘાત કર્યો છે. રિવોલ્વરમાંથી તમામે ફાયરિંગ કરી જિંદગી ટુંકાવી લીધાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, એક જ રિવોલ્વરમાંથી પરિવારના ચાર સભ્યો કેવી રીતે એકસાથે ફાયરિંગ કરી આત્મહત્યા કરી શકે તે મૂંઝવતો સવાલ પોલીસમાં ઉઠ્યો છે.એક જ રિવોલ્વરમાંથી એક જ પરિવારના ચાર સભ્યો ફાયરિંગ કરી આપઘાત કેવી રીતે કરી શકે તે સવાલ ઉઠ્યો છે. કોઈ એક વ્યક્તિએ પહેલા ત્રણ વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોય અને પછી પોતે ફાયરિંગ કરી આપઘાત કર્યાની પણ ચર્ચા લોકોમાં થઈ રહી છે. આ મુદ્દાએ પોલીસને મૂંઝવણમાં મૂકી છે. પોલીસે હાલ આ દિશામાં તપાસ હાથ ધરી છે. ડ્ઢઅજ સફિન હસને જણાવ્યું હતું કે પૃથ્વીરાજસિંહે પહેલા પોતાના પાલતું શ્વાનને ગોળી મારી હતી. બાદમાં પોતાની પત્ની અને બે દીકરી સાથે મળી ગોળી માર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


પૃથ્વીરાજસિંહનો પાલતું શ્વાન પણ ગોળી મારેલી હાલતમાં મળી આવ્યો હતો. પૃથ્વીરાજસિંહ પોતાના પરિવાર તથા પાલતું શ્વાનને ગોળી માર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હોય તેવી પોલીસને શંકા છે. પિતા નરેન્દ્રસિંહ જાડેજા ગામડે ગયા હતા. ત્યારે તેમના ઘરે આ ઘટના બની હતી. તેમની મોટી પુત્રી પણ શુટિંગમાં ચેમ્પિયન હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રિવોલ્વરનું લાયસન્સ પૃથ્વીરાજસિંહના નામે હતું.
પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તમામના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રિટાયર્ડ ડ્ઢઅજના પુત્રએ પરિવાર સાથે સામૂહિક આપઘાત ક્યાં કારણોસર કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આસપાસમાં રહેતા લોકોની પણ પૂછપરછ હાથ ધરી નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી છે. તેમજ હ્લજીન્ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પૃથ્વીરાજસિંહ મા એન્ટરપ્રાઇઝના નામે જમીન દલાલીનું કામ પણ કરતા હતા. બુધવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ પૃથ્વીરાજસિંહ પોતાના મિત્રોને મેસેજ દ્વારા જાણ કરી હતી કે પોતે આત્મહત્યા કરી રહ્યા છે. આ અંગેની જાણકારી મળતા જ તેના મિત્રો પૃથ્વીરાજને બચાવવા માટે તેના ઘરે દોડી આવ્યા હતા પણ તે પહેલાં પૃથ્વીરાજસિંહના ઘરમાંથી ગોળીબારનો અવાજ સાંભળાયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે દોડી ગયેલા પોલીસ અધિકારીએ ઘરમાં પ્રવેશીને જોયું તો પૃથ્વીરાજ સહિત તેમની પત્ની બિનાબા બાદ તેમની બંને દીકરી નદીનીબા અને યેશસ્વીબાનો લોહીથી લથબથ મૃતદેહ પડ્યો હતો.

Previous articleતળાજાના ખેડુતો દ્વારા સતત વરસાદ કારણે પાક નિષ્ફળ જવાથી અતિવૃષ્ટમાં સમાવેશ કરવા બાબતે આવેદનપત્ર આપાયું
Next articleત્રણ ચોરાઉ મોટર સાયકલો સાથે બે ઇસમોને મહુવા સરકારી હોસ્પીટલ પાસેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર