ભાવનગર ખાતે વાઘાવાડી રોડ પર આવેલ અષ્ટ વિનાયક કોમ્પલેક્ષમાં ઓફિસ ખોલી એજન્ટો બનાવી શ્રમજીવી લોકો પાસેથી ડેઇલી કલેકશન મેળવી ઉંચા વ્યાજે પરત આપવાની લાલચ આપી ૨૦૦૦ થી વધુ ગ્રાહકોના પાકતી મુદતના રૂપીયા ૨ કરોડથી વધુની રકમ પરત ન કરી ઓફિસ બંધ કરી ફરાર થયેલ મહિલા અને પુરૂષુ સામે ૩૦ જેટલા એજન્ટોએ એ.ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા અને ડ્રિમ સીકયોર નામની પ્રઇવેટ કંપનીમાં મેઇન એજન્ટ તરીકે જોડાયેલા કૈલાસબેન કાંતીભાઇ સોલંકી એ સુરતના આરોપીઓ ભાવનાબેન પ્રકાશભાઇ રાઠોડ તથા દીનેશ માવજીભાઇ ડોંડા વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે ગત તા.૨૯-૧૧-૧૬ એટલેકે પાંચેક વરસ પુર્વે તેમના જાણીતા પ્રભાતભાઇ કાંતીભાઇ વાઘેલા એ તેમને જણાવેલ કે તેઓ ઉપરોકત કંપનીમા એજન્ટ તરીકે કામ કરે છે.અને આ કંપનીમાં રોકાણ કરવાથી લાભ થાય છે .આ કંપનીમાં ડેઇલી પ્લાન , મંથલી પ્લાન , એફ.ડી. પ્લાન વગેરે સ્કીમો અંગે જાણકારી આપેલ.અને એજન્ટ તરીકે જોડાવવા જણાવેલ . જેથી ફરિયાદી કૈલાશબેન તે ઓફિસે ગયેલા જયા ડ્રીમ સીકયોર કંપનીના ડાયરેકટર ભાવનાબેન પ્રકાશભાઇ રાઠોડ તથા કંપનીના પાર્ટનર દીનેશ માવજીભાઇ ડોંડા રહે . હાલ સુરત સાથે વાતચીત થયેલ અને એજન્ટ તરીકેનું ફોર્મ ભરાવેલ .અને તેઓ એજન્ટ તરીકે જોડાયા હતા . બાદમાં તેઓએ તેમના ગ્રાહકોના રૂ . ૩૯,૭૮,૮૫૭ અલગ અલગ સ્કીમ માં રોકાણ કરેલ છે . અને તેમણે પોતાની નીચે પાંચ વર્ષમાં અન્ય ૨૯ એજન્ટો બનાવેલ છે.તેમની રકમ મળી કુલ રૂ.૨,૦૫,૮૩,૩૮૯ એજન્ટો , ગ્રાહકોની રકમ ન ચુકવી તેઓ સાથે વિશ્વાસઘાત – છેતરપીંડી આચર્યાની સોમવારે મુખ્ય સહિત ૩૦ એજન્ટોએ સુરત ની મહીલા અને પુરૂષુ આરોપીઓ સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે .