ભાવનગર તાલુકાના અધેલાઇ ખાતે સગર્ભા મહિલાઓ માટે મેગા મેડીકલ કેમ્પ યોજાયો

345

ભાવનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સગર્ભા બહેનોનો મેગા મેડીકલ કેમ્પ આયોજીત કરવામા આવ્યો હતો. જેમા ૪૨ જેટલા સગર્ભા બહેનોનુ મેડીકલ ઓફીસર મારફત હેલ્થ ચેક અપ કરી જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું. આ કેમ્પમા સગર્ભા બહેનોના લોહી – પેશાબની વિવિધ લેબોરેટરી તપાસ, વજન, ઉંચાઈ, પેટની તપાસ, બ્લ્ડ પ્રેશરની તપાસ કરવામા આવી હતી તેમજ ધનુર વિરોધી રસી અપાઈ હતી. ડો.સુનિલ પટેલ તાલુકા હેલ્થ ઓફીસર ભવનગરના સંકલનથી આ કેમ્પ માટે તાલુકા પંચાયતના સ્વભંડોળમાથી અંદાજિત ૩૫,૦૦૦ જેટલી રકમ ફાળવવામા આવી હતી. જેમાથી સગર્ભા બહેનોને માસ્ક, સેનીટાઈઝર, સાબુ, પ્રોટીન પાઉડર તથા ઈમ્યુનીટી બુસ્ટર એવા વિટામીન સી અને ઝિંક નો પાઉડર, ગ્લુકોઝ પાઉડર, વિટામીન સી અને ઝીંકની ગોળી, લોહીના ટકા વધારવાની દવા તેમજ કેલ્શીયમની ગોળીઓ અને ઓ.આર.એસ પાઉડરનું વિતરણ કરવામા આવ્યુ હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા પદાધીકરીઓ સાથે સુચારૂ સંકલન સાધી મેડિકલ કેમ્પની ઉતમ વ્યવસ્થા ગોઠવવામા આવી હતી.પ્રોગ્રામ મેનેજર ચેતનસિંહ દ્વારા ખિલખિલાટ વાહન મારફત આ કેમ્પમા ગ્રામીણ વિસ્તારોમાંથી સગર્ભા બહેનોને કેમ્પના સ્થળે લાવવા અને પરત ઘરે મુકવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરાઈ હતી. આ કેમ્પમા માન. મંત્રી પુરષોતમભાઈ સોલંકી વતી દીવ્યેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય ગણમાન્ય પદાધીકારી અને અધીકારીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા. આ મેગા ચેકઅપ કેમ્પને સફળ બનાવવા માટે ડો.હરપાલસિંહ ગોહિલ દ્વારા સતત માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. એક પણ માતા કે બાળકનુ મરણ એમના તાલુકામા ન થાય એ માટે હમેશા પ્રયત્નશીલ રહેતા એવા તાલુકા હેલ્થ ઓફીસર ડો.સુનિલ પટેલના નેજા હેઠળ તાલુકા હેલ્થ કચેરી ભાવનગરની સમગ્ર ટીમે સગર્ભા બહેનોને સહેજ પણ મુશ્કેલી ન પડે એ રીતે મેગા ચેકઅપ કેમ્પને સફળ બનવવા જહેમત ઉઠાવી હતી.

Previous articleડ્રીમ સીકયોર કંપનીએ એજન્ટો દ્વારા જમા કરાવેલ રૂ.૨ કરોડની કરી છેતરપીંડી
Next articleનંદકુંવરબા મહિલા કોલેજની સિધ્ધી