મહિલા કોલેજ સર્કલ પાસે ટ્રક પલ્ટી ખાતા બાઈકનો બુકડો

797
bhav2418-7.jpg

શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે એક ટ્રક અકસ્માતે પલ્ટી ખાઈ જતા સર્કલ પાસે પાર્ક કરેલ એક બાઈકનો કચ્ચરઘાણ વળી જવા સાથે સર્કલની રેલીંગને નુકશાન થયું હતું.
શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે અમિત રમેશભાઈ રાઠોડએ ઘોઘારોડ પોલીસ મથકમાં સિમેન્ટ મિક્ચર ટ્રક નં.જીજે૩ એચઈ ૧૪૪૩ના ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, પોતે તેનું બાઈક નં.જીજે૪ સીએચ ૦૬રર લઈને મહિલા કોલેજના સર્કલ પાસે પાર્ક કરી ગાર્ડનમાં ગયા હતા તે વેળાએ સિમેન્ટ-કોંક્રીટ મિક્ચરના ટ્રક ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી સર્કલના વળાંકમાં પલ્ટી ખવડાવી પોતાના બાઈકને કચડી નુકશાન કરી નાસી છુટ્યો હતો. આ અંગે પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous article બેલા ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા
Next article રામદેવ રામાયણની પોથીયાત્રા