જયારે ખાનગી-લકઝરી બસનાં પુરતા મુસાફરો નહી મળતા બસ માલિકો અને સંચાલકો પણ હાલમાં મૂશ્કેલી ભોગવી રહ્યા છે. પરંતુ આવનારા દિવાળીના દિવસોમાં મોટા ભાગના લોકો અપડાઉન કરતા હોય અથવા પોતાના વતન જતા હોય જેથી એસ.ટી., રેલ્વે અને ખાનગી બસમાં મુસાફરોનો ઘસારો વધશે. આમ તો હાલમાં ટ્રેનના રીર્ઝવેશનો મોટાભાગના થઈ ગયા હોવાના પણ અહેવાલો સાપડી રહ્યા છે.
હાલની કોરોના મહામારીને ધ્યાને લઈ સરકારી ગાઈડ લાઈન મુજબ ખાનગી લકઝરી બસો ચાલી રહી છે. તેજ રીતે એસ.ટી. બસમાં પણ સરકારી ગાઈડલાઈનનુુ કાળજી પુર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. છતા પણ લોકો કામ સિવાય બહારગામ જવાનુ લોકો ટાળે છે. જેથી એસ.ટી. અને ખાનગી લકઝરી બસને પુરતા મુસાફરો મળતા નથી.
આ અંગે ભાવનગર એસ.ટી. ડીવીઝનનાં ડીવીઝનલ કંટ્રોલર પી.એમ પટેલનાં જણાવ્યા મુજબ મુસાફરો મળવાની બાબતમાં ભાવનગર એસ.ટી. સમગ્ર ગુજરાત માં પ્રથમ છે પરંતુ હજીપણ કુલ ૫૦% જેટલી ખોટમાં મુસાફરીનાં ટાઈમ ટેબલ શરૂ રાખવા પડે છે. મુસાફરોની ઓછી સંખ્યાનાં કારણે રોજની ૬૦૦ ટ્રીપ ઘટાડવામાં આવી છે તથા ડીઝલનાં ખર્ચની સરખામણીએ આવકમાં ભાવનગર ત્રીજા સ્થાને છે.