સૌરાષ્ટ્ર ચેમ્બર અને પોસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે INS VIRAT ‌ને વિદાય આપવા માટે સમારોહ યોજાયેલ

1306

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને પોસ્ટ વિભાગ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે INS VIRAT‌ ને વિદાય આપવાનું અને તેની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ માય પોસ્ટલ સ્ટેમ્પ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ.કાર્યક્રમના પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈ સોનીએ સાબ્દિક સ્વાગતથી તમામ ને આવકારેલ,. અને સાથે સાથે INS VIRAT સાથેના તેમના સંસ્મરણો વર્ણવ્યા હતા.સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ વિપુલ ગુપ્તાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં INS VIRAT‌ ની ખુબ લાંબી સેવાઓને બિરદાવવા માટે અને તેની સ્મૃતિ લોકોને સદાય રહે તે હેતુથી મુકેશભાઇ પટેલ શ્રી રામ ગ્રુપ દ્વારા ખાસ સ્ટેમ્પ બનાવવામાં આવેલ છે તેમ જણાવેલ. પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ પ્રકારની ડીજીટલ સેવાઓ પ્રજાજનોને આપવામાં આવી રહી છે તે વિષે વિસ્તૃત જાણકારી આપેલ.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરથી પધારેલ વેટરન એર કોમ્મોડર કેદારભાઈ ઠાકરે INS VIRAT‌ નાં ભવ્ય ભુતકાળની ઝાંખી કરાવતા જણાવેલ કે, દૂનિયામાં સૌપ્રથમ નેવી યુદ્ધ ઇંગલેન્ડ અને આર્જેન્ટીના વચ્ચે થયેલ તેમાં INS VIRATનો સાહારો લેવામાં આવેલ. ચેમ્બર તથા પોસ્ટ વિભાગ દ્વારા યોજવામાં આવેલ આ સુંદર પ્રસંગ માટે બંને સંસ્થાઓને અભિનંદન આપેલ.મેયર મનહરભાઈ મોરીએ તેમના વક્તવ્યમાં દેશના એકત્રીકરણમાં ભાવનગરના મહારાજાએ પહેલ કરેલ તેમ INS VIRAT ની વિદાય માટે પણ ભાવનગર એ પહેલ કરેલ છે તે માટે આયોજક બંને સંસ્થાઓને અભિનંદન આપેલ.ડી.આઈ.જી. અશોકકુમાર યાદવે INS VIRAT‌ ની સેવાઓને બિરદાવવાની સાથે સાથે આ શીપ ખરીદનાર શ્રી રામ ગ્રૂપ ઓફ કંપનીઝના મુકેશભાઈ પટેલની વેપારી કુનેહને બિરદાવી અભિનંદન આપેલ. આ ઉપરાંત આજે પોલીસ દિવસ હોવાથી પોલીસ વિભાગના તમામ શહીદોને શ્રધાંજલિ આપેલ.શ્રી રામ ગ્રૂપ ઓફ કંપનીઝના મુકેશભાઈ પટેલે આ સુંદર ફંકશનનું આયોજન કરવા બદલ બંને સંસ્થાઓને અભિનંદન આપેલ. આ પ્રસંગે ભાવનગરના એક માત્ર પેરામીલ્ટ્રી કમાન્ડો પાર્થ ચૈાહાણનું સંન્માન કરવામાં આવેલ કાર્યક્રમના અંતમાં ચેમ્બરના માનદ મંત્રી કેતનભાઈ મહેતાએ આભાર દર્શન કરેલ જ્યારે કાર્યક્રમનું સુપેરે સંચાલન પોસ્ટ વિભાગના કરણભાઈ એ કરેલ. આ પ્રસંગે અલંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરીટીના ચેરમેન ગીરીશભાઈ શાહ, ડાયરેકટર સર્વશ્રી ટી.એમ.પટેલ તથા મેહુલભાઈ વડોદરીયા,ચેમ્બરના પુર્વ પ્રમુખ સર્વ બીપીનભાઇ મહેતા, મહેશભાઇ ભટૃ, સુનીલભાઇ વડોદરીયા,, ભાવનગર ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડટ્રીઝના પ્રમુખ દેવલભાઇ શાહ,ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન પ્રમુખ દિલીપભાઇ કામાણી,ભાવનગર જીલ્લા ડાયમંડ એસોસીએશના પ્રમુખ વિઠૃલભાઇ મેંદપરા, એકસ સર્વીસમેન ધનશ્યામસિહ વાજા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેલ.

Previous articleમાર્કેટિંગ યાર્ડમાં વધતા જતા ચોરીના બનાવને લઇ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રદ કરાયો
Next articleસિદસરનાં લોકોનો કલેક્ટર કચેરી હલ્લાબોલ