શહેરના વડવા, પાનવાડી પોસ્ટ ઓફિસ પાસે રામાપીર મિત્ર મંડળ અને કુમાર મિત્ર મંડળ દ્વારા આજથી રામદેવ રામાયણ કથાનું આયોજન સુરકાવાળા શાસ્ત્રી નરેશભાઈ જોશીના વ્યાસાસને કરાયું છે જેની બપોરે પોથીયાત્રા વાજતે-ગાજતે નિકળી હતી. જેમાં મોટીસંખ્યામાં ભાવિક ભાઈઓ-બહેનો જોડાયા હતા. કથા દરમ્યાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવા ઉપરાંત તા.૮ને રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ તથા તા.૧૦ના રોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે.