મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં રર ઠરાવોને બહાલી

1220

ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી.ભાવનગર મહાનગર પાલિકાની કારોબારી બેઠક ૨૮ ઓક્ટોમ્બર ના દિવસે મુખ્ય સભાખંડ ખાતે ચેરમેન ની અધ્યક્ષ સ્થાને મળી હતી આ બેઠકમાં ૨૨ એજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય સાસના અધિકારો તરફ થી મોકલવા માં આવે હિસાબો પેકી નિરાધાર તેમજ માનસિક શારીરીક રીતે ૪૦ટકા કરતા વધારે વિકલાંગતા ધરાવતા બાળકોને ગણવેશ શાહાય તેમજ રૂ.૬૦૦, કીટ સહાય લેખે રૂ.૩૭૫ કુલ મળી રૂ.૧૧,૨૯૫ મંજુર કરવા મંજુરી આપવા ર્નિણય કરવા તેમજ ઈ.ડબ્લ્યુ.એસ-બે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રોજેક્ટ ના જુદા જુદા ત્રણ સ્થળોની અલગ અલગ કુલ પાંચ વિકાસ પરવાનગી પરત્વે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કુલ પાંચ રેરા રજીસ્ટ્રેસનની ઓનલાઈન પ્રક્રિયા કરાય છે જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેસન પેટે કુલ ૭,૫૭,૮૩૦ ભરવા ના થતા હોઈ આ ખર્ચ ૧૨૫૨ ઈ.ડબ્લ્યુ.એસ-બે પ્રધાનમંત્રી આવાસ યોજના હેડથી કરાયેલ અને સદરૂહ ખર્ચ જી.પી.એમ.સી. એકટ ની કલમ ૬૭ (૩)(સી) હેઠળ થી કરાયેલ હોઈ તેની હકીકત જાહેર કરવા. તથા વિધાનસભા ૧૦૩-ભાવનગર ગ્રામ્ય, ૧૦૪-ભાવનગર પૂર્વ તથા ૧૦૫-ભાવનગર પશ્ચિમની તા.૦૧-૦૧-૨૦૨૦ની લાઈકાતની સ્થિતિએ આખરી પ્રસીધ થયેલ મતદારયાદી (પુરવણી સહીત) ઉપરથી ભાવનગર મહાનગર પાલિકાની મૂળ મતદાર યાદી ના તથા છાપકામ બાઈન્ડીંગ સહીત કુલ ૫૦ સેટ છપામણી તથા કમ્પ્લીટ બાઈન્ડીંગ સાથે રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નક્કી કરવા માં આવેલ એજન્સી ગુજરાત ઇન્ફોટેક લીમીટેડ અમદાવાદ પાસે રૂ.૫,૦૦,૦૦૦ની મર્યાદામાં જી.પી.એમ.સી એક્ટની અનુસ ુચિ-કના પ્રકરણ-૫ ની કલમ-૨(૨) મુજબ તૈયાર કરવાની મંજુરી આપવા અંગે ર્નિણય કરવા. સહીત ૨૨ એજન્ડાઓ ની ચર્ચા વિચારણાઓ સાથે મંજુરીની મહોર મારવામાં આવી હતી.

Previous articleસિદસરનાં લોકોનો કલેક્ટર કચેરી હલ્લાબોલ
Next articleભાવનગરની ૬૪ ચોરીનો ભેદ ઉકેલાયો