ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ભાવનગર શહેરમાં તસ્કરીનો તરખાટ મચાવતી ચિખલીગર ગેંગને લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડેલ છે. જયારે ભરતનગર પોલીસ મથકની ટીમે ભાવનગર શહેરનાં વિવિધ વિસ્તારોમાં તસ્કરી સામ્રાજ્ય ચલાવતા શખ્સને ઝડપી લીધો હતો. એમ કુલ મળી ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ભાવનગર શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં કુલ મળી ૬૪ જેટલી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઝડપાયેલા શખ્સો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ભાવનગર શહેરમાં ઘરફોડ ચોરી કરી તસ્કરી રાજ ચલાવતી ચિખલીગર ગેંગના સાગરીતોને ઝડપી લિધા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોનાચાંદીના ઘરેણાં, રોકડા રૂપિયા મોબાઇલ, મોટર સાયકલ, ચોરીના સાધનો મળી સાડા પાંચ લાખ રૂપિાયનાં મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે રામસીંગ, ….. બાવરી ઉ.વ.૨૨, શ્યામસિંગ અર્જુન સિંગ બાવરી ઉ.વ. ૧૯, પ્રતાપસિંગ માનસીંગ દુધાળી, ઉ.વ. ૨૦, તથા જ્યોતિકૌર અર્જુનસિંગ બાવરી ઉ.વ.૩૫ને ઝડપી લઇ લોકલ ક્રાઇમ બ્રાંચે ૩૩ જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. તદ્ઉપરાંત ભરતનગર પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન જાવેદ મિયાં બન્નુમિયાં સૈયદ ઉ.વ.૩૧, ને ઝડપી લઇ આગવી ઢબે પુછપરછ કરતાં ઝડપાયેલા શખ્સે અલગ અલગ ૩૧ જેટલી ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરતાં ભરતનગર પોલીસ નગરનાં અધિકારીઓએ લાખો રૂપિયાનમો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓની પુછપરછ શરૂ છે. હજુએ ચોરીઓની ભેદ ખુલવાની આશા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ભરતનગર પોલીસે ઘરફોડ ચોરીના ૩૧ ગુન્હાઓનો ભેદ ઉકેલાયો
ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર સાહેબ તથા જીલ્લા પોલીસ અધિકક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા મદદનીશ પોલીસ અધિકક્ષક સફીન હસન સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ચોરી જેવા ગંભીર વર્ણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલાય અને પ્રજામાં પોલીસની કામગીરી પ્રત્યે વીશ્વાસ જળવાય રહે તે રીતે કામગીરી કરવા સુચનાઓ આપેલ હતી જે અન્વયે ભરતનગર પોસ્ટેના ઇન્ચાર્જ પો.ઇન્સ એમ.એચ.યાદવ સા ની આગેવાની હેઠળ ભરતનગર ડી-સ્ટાફના માણસોને ઘરફોડ ચોરી તથા અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવેલ. જે સુચના આધારે ભરતનગર પો.સ્ટેના ડી-સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમ્યાન હકીકત રાહે બાતમી મળેલ કે ભરતનગર માલધારી સોસાયટી ઠાકર દ્વારા પાસે એક ઈસમ ઉભો મળી આવેલ જેની પાસે અંગઝડતીમાંથી શંકાસ્પદ સોના ચાંદીના દાગીના મળી આવેલ છે