દેશની આઝાદીમાં અનેક ક્રાંતિવિરો દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યા છે. આવા ક્રાંતિવિરો પૈકી એક સરદારસિંહ રાણા કે જેમણે તેમના કાળમાં ઉત્તમ પ્રકારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી વિદેશની યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કરી શ્રેષ્ઠતમ પદવી પ્રાપ્ત કરી હતી પરંતુ આ પદવીના આધારે માત્ર અર્થોપાર્જન કરવાના બદલે આગવી સુઝબુઝ સાથે ક્ષાત્રધર્મનું મુળ કર્મ પસંદ કર્યુ હતું અને મહાત્મા ગાંધી સાથે જોડાઈ આઝાદીની લડત લડી દેશને ગુલામમાંથી મુક્ત કરાવ્યો હતો. સ્વર્ગસ્થ વિર સેનાની સરદારસિંહ રાણાએ અખબારના તંત્રી પદથી લઈને સમાજ માટે પણ નોંધપાત્ર યોગદાન પ્રદાન કર્યુ હતું. તેમના વંશજ અને ભાવનગરના પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા તથા તેમના પરિવાર દ્વારા ક્રાંતિવિર સરદારસિંહ રાણા સેવા ટ્રસ્ટની સ્થાપના પણ કરવામાં આવી છે. આ વીર સપુતના જીવનની ઝરમર લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે આગામી તા.૧૦ એપ્રિલના રોજ વેબસાઈટનું લોકાર્પણ અમદાવાદ સ્થિત પંડિત દિનદયાળ ઓડીટોરીયમ રાજપથ ક્લબ પાછળ એસજી હાઈવે, અમદાવાદ ખાતે સાંજે યોજાશે. જેમાં રાજ્યના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, આરએસએસ સંઘના પૂર્વ સંચાલક મોહનરાવ ભાગવત તથા દેશના ગણમાન્ય ક્ષત્રિય હોદ્દેદારો તથા ભાવનગરના શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે.