ગુજરાતના એકમાત્ર કાળ ભૈરવ મંદિર-પાલિતાણા ખાતે આજે શાબરી મહાયજ્ઞ

1313

પાલિતાણા જૈન તીર્થ તરીકે વિશ્ર્‌વભરમાં સુખ્યાત છે. આ ઉપરાંત અહીં આવેલુ કાળ ભૈરવ મંદિર પણ સમગ્ર દેશમાં જાણીતુ છે. આ મંદિરે મુખ્યમંત્રી પાણી ઉપરાંત મહાનુભાવો વારંવાર આવે છે. આ પ્રસિદ્ધ મંદિરે કાલે મહાયજ્ઞ યોજાશે.ભારત વર્ષમાં કુલ ૪ જગ્યાએ કાળભૈરવ દાદાના મંદિર આવેલ છે. કાશી, ઉજજૈન, ઈન્દૌર અને ગુજરાતમાં પાલિતાણા ખાતે આવેલ છે. પાલિતાણા ખાતે આવેલ કાળભૈરવ દાદાના મંદિરે તા.૧૩ નવેમ્બરને શુક્રવારે કાળીચૌદશની રાત્રે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા દરમિયાન શાબરી મહાયજ્ઞમાં સવા લાખ આહૂતિ આપવામાં આવશે. ભારતના કાળી ચૌદશના આ સૌથી મોટા પદ્મ કુંડમાં ૨૦ ડબ્બા સરસવનું તેલ, ૩૦ મણ કાળા તલ અને ૯૫ મણ કાસ્ટનો ઉપયોગ કરાશે.ભૈરવ સાંસ્કૃતિક વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાલીતાણામાં આવેલા કાલ ભૈરવ મંદિરમાં આગામી તા.૧૩-૧૧ને શુક્રવારે શાબરી મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવેલ છે.ભારતમાં કાશી (બનારસ), ઉજજૈન ઇન્દોર અને ગુજરાતમાં પાલીતાણા ખાતે આવેલ આ ભારતનુ પ્રથમ કક્ષાનુ મંદિર છે. જયા પ્રતિમા સ્વપ ઉંચાઇ ૭ ફુટ છે. એટલુ જ નહિ આ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાને ૧૩૦ વર્ષ પૂર્ણ થયેલ છે. આ કાલભૈરવ પીઠમાં આયોજીત યજ્ઞ પ્રસંગે શુક્રવારના સવારે ૮ થી રાત્રીના ૧૨ કલાક સુધી યજ્ઞ શ રહેશે. સવારના ૬ કલાકે રૂદ્રાભિષેક, સવારે ૭ કલાકે ધજા આરોહણ, બપોરના ૪ કલાકે શણગાર દર્શન સાંજના ૬-૩૦ કલાકે આરતી કરવામાં આવશે. રમેશભાઇ શુકલ દ્વારા આયોજીત મહાયજ્ઞમાં ૨૫૦૦ શ્રીફળ,૧૦૮ લીંબુની આહુતી અપાશે. વિદ્વાન શાબર મંત્રના જાણકાર બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરશે. જેમા ભકતો દ્વારા સવાલાખ આહુતી આપવામાં આવશે. આ પ્રસંગે ધાર્મિક, રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

Previous articleદિવાળી નિમિત્તે અકવાડા લેઈક ફ્રન્ટ ગાર્ડન, ગંગાજળીયા તળાવમાં વિનામૂલ્યે પ્રવેશ અપાશે
Next articleપાંચટોબરા રોડ પાસે જુગારની બાઝી માડી બેસેલા નવ શકુનિઓ ઝડપાયા