ડીઝીટલ ડિવાઈસ કૌભાંડ પ્રકરણમાં પીપાવાવથી બાબરીયાવાડમાં ખળભળાટ

647
guj2418-3.jpg

રાજુલાના મહાકાય પીપાવવા બંદરે ચાલતી કન્ટેનરની ડીઆરઆઈ દ્વારા ૧૦ કરોડના ર હજાર ડિવાઈસ જપ્ત કરવામાં આવ્યા. બે શખ્સની ધરપકડ જેમાં, કસ્ટમ હાઉસ એજન્ટ અને કન્ટેનર ફ્રઈટ સ્ટેશન મેનેજરને કસ્ટડી અને બીજા અધિકારીઓને સસ્પેન્ડ અને બદલીઓનો ઘાણવો બોલાવી દીધો.
રાજુલાના મહાકાય પીપાવાવ બંદરે થોડા દિવસ પહેલ ડીઆરઆઈ દ્વારા રેડ પડતા ર અધિકારીઓ તેની ઓફીસમાંથી પાછલે દરવાજે કુદકા મારી ભાગી ગયેલ તયારે વધુ શંકાના આધારે (ડીઆરઆઈ) એટલે કે ડિરેકટો ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા જીણવટ ભરી તપાસ કરતા રૂા. ૧૦ કરોડની કિંમતના જુના અને વપરાયેલા ર – હજાર મલ્ટી ફંકશનલ ડિજિટલ ડીવાઈસની દાણચોરીનું મહાકૌભાંડ પકડી પાડયું. આ પ્રકારે ફોટો કોપીયર્સ, પ્રિન્ટર્સ અને પ્લોટર્સ સહિત જુના અને વપરાયેલ ડિજિટલ ડીવાઈસીસની દાણચોરીના કન્ટેનર ફેઈટ સ્ટેશનના મેનેજર તેમજ કસ્ટમ હાઉસ એજન્ટની સંડોવણી જોવા મળી છે. આ કિસ્સામાં બે શખ્સોની કરવામાં આવેલ ધરપકડ અને તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપતા પીપાવાવથી લઈ બાબરીયાવાડમાં ખળભળાટી મચી ગયો છે. આ ગણો તો આ કૃત્ય દેશ દ્રોહ કર્યાનો જ થાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોમ્પયુટરના પાટર્સ અને એસોસરીઝની આયાત ૧૦૦ ટકા ડયુટી ફ્રી છે. આ નિયમનો ગેર લાભ ઉઠાવવા મિસ ડિકલેરેશન કરીને જુના અને વપરાયેલા મલ્ટી ફંકશનલ ડિજિટલ ડિવાઈસની આયાત કરાતી હોવાની મળેલ બાતમીના આધારે અમદાવાદ અને જામનગર ડીઆરઆઈની ટીમો સક્રિયા બની હતી. આ બાતમીના આધારે પીપાવાવ બંદરે ડિવાઈસ હાથ લાગ્યા હતાં. આ કન્ટેનરોમાં લેવાયેલ ર હજાર જેટલા ડિવાઈસ માટે બિલ ઓફ એન્ટ્રીમાં મિસ ડિકલેરશન કરાયું હતું. તેની કિંમત રૂા. ૧૦ કરોડ થાય છે. તેમજ આ પ્રકારે જુના અને વપરાયેલા ડિજિટલ ડિવાઈસની આયાત કરવી હોય તો તે માટે કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું બીઆઈએસ રજિસટ્રશન સર્ટિફિકેટ મેળવવું ફરજીયાત હોય છે.અ ા તમામ સરકારના નિયમનો ભંગ કરી ખુદ કસ્ટમ ઓફીસરોને દંડનાત્મક પગલા ભરી ઘરભેગા કરી દેવાયા તેમજ હજી ઉંડી તપાસમાં ઘણાના નામો ખુલે તેવી સંભાવના છે પણ આ વાત નાની સુની નથી આમા ગંભીર દેશદ્રોહી પ્રવૃતિનો નથી ને. 

Previous article ક્રાંતિવિર સરદારસિંહ રાણાની વેબસાઈટનું લોકાર્પણ કરાશે
Next article નંદકુંવરબા મહિલા કોલેજનું ગૌરવ