ફેડરેશન ઓફ સ્વીટસ એન્ડ નમકીન મેન્યુફેકચર્સ (FSNM) તે ઓલ ઇન્ડિયા સ્વીટસ, નમકીન એન્ડ સ્નેકસ મેન્યુફેકચર્સ નું એક વિશાળ એસોસીએશન છે જેમાં નોર્થ થી સાઉથ અને ઇસ્ટ થી વેસ્ટ સુધીનાં તમામ આ પ્રકારનાં વ્યવસાયીઓ જોડાયેલા છે. બૈજુભાઈ તેમાં ઘણા સમયથી એકઝીકયુટીવ કમીટીમાં સ્થાન ધરાવે છે અને તેમનાં અનુભવ અને નોલેજનો લાભ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝનાં બેટરમેન્ટ માટે આપે છે. હાલ FSSAI અને બીજી બોડી દ્વારા કાયદામાં સતત અપડેશન આવતા રહે છે જે આવકાર્ય છે. કાયદો આવતા પહેલા ડ્રાફટ સ્વરૂપે ઇન્ડસ્ટ્રીઝ સામે રજૂ કરાય છે અને સૂચન મંગાવાય છે એટલે તેનો તલસ્પર્શી અભ્યાસ કરવો અને જરૂરી સૂચન કરવા તે પણ આ કમીટીનું કામ હોય છે. આ કમીટીમાં ચીત્તલેબંધુ (મહારાષ્ટ્ર), હલ્દીરામ (દિલ્હી), ભવરલાલ મીઠાઈવાળા (મધ્યપ્રદેશ), કે.સી. દાસ રસગુલ્લા (બંગાળ), આનંદ સ્વીટસ (કર્ણાટક), બાલાજી નમકીન (ગુજરાત) કેયસ લવલી સ્વીટસ (પંજાબ), બીકાનેરલાલ (દિલ્હી), ભગત સ્વીટસ (રાજસ્થાન), જૈન નમકીન (ઈન્દોર), ઓમ નમકીન (ઇન્દોર) ના પ્રતિનિધીનો સમાવેશ કરાયેલ છે. ડો. બૈજુ મહેતાનું આ કમીટીમાં ચેરમેન પદે હોવુ તે ભાવનગર અને ગુજરાત માટે ગર્વની બાબત છે.
લોેકડાઉનમાં મીઠાઇ, નમકીનનાં ધંધાર્થીઓને મોટું નુકશાન વેઠવું પડ્યું છે – બૈજુ મહેતા
હાલ સમગ્ર ભારતમાં આશરે ૧૦ લાખ થી વધુ લોકો અમારા વ્યવસાયમાં જોડાયેલ છે . જે ખુબ મોટો સમુહ છે . અને ઈન્ડીયન ઈકોનોમીમાં મહત્વનો રોલ ભજવે છે . નવા કાયદા સીવાય પણ ઘણા જુના કાયદામાં સુધારો વધારાની જરૂર છે . તેની ઉપર અમો ધ્યાન આપીશું . કાયદાની બુક ભારત ભરની દરેક સ્થાનીય ભાષામાં પબ્લીશ થાય તેવી અમારી માગણી રહેશે , તોજ છેક નીચેના લોકો તેનો અભ્યાસ કરી તેનું પાલન કરી શકશે . હાલ અંગ્રેજી અને હીન્દી ભાષા માં કાયદા ની બુક પ્રાપ્ત છે . પણ હીન્દી ન સમજાય તેવું ટ્રાન્સલેશન કરેલ છે . વળી સાઉથ માં હીન્દી પણ પોપ્યુલર નથી માટે દરેક સ્થાનીક ભાષામાં મળી રહે તે કાયદાના પાલન માટે જરૂરી છે . મીઠાઈ અને નમકીન સાથે જ વેચાતુ હોય છે અને નમકીન અત્યારે બેકરી એડ આઈટમની જેમ રોજ બરોજના ઉપયોગ માં લેવાતી આઈટમ છે . તો પાછલા લોકડાઉન માં જેમ પ્રોવીઝન સ્ટોર , બેકરી ઉત્પાદનને ખુલ્લા રાખવા પરમીશન મળેલ તેમ અમારા વ્યવસાયને પણ ખુલો રાખવા પરમીશન મળવી જોઈતી હતી . છેવટે લોકડાઉન ના સમય દરમ્યાન માત્ર પ્રી – પેકકડ આઈટમો જ વહેચી શકાશે તેવી છૂટ સાથે અમારા વ્યવસાર્થીને બીઝનેશ ચાલુ રાખવા છુટ મળતી જોઈતી હતી . લોકડાઉનમાં અમારા ધંધાર્થીઓને ખુબજ નુકશાન વેઠવુ પડેલ છે.