મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની તાજેતરમાં ઈન્ટરચેન્જ સ્ટેટ યુથ એક્ષચેન્જ કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી હતી.
ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ભાષા, શિક્ષણ, વ્યવસ્થા, પરંપરા, લોકસંગીતની આપ-લે થઈ શકે અને આજની યુવા પેઢી આ બાબતોથી વાકેફ થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા આયોજીત ઈન્ટર ચેઈન્જ સ્ટેટ એક્સચેઈન્જ કાર્યક્રમ જયપુર (રાજસ્થાન)ખાતે યોજવામાં આવ્યો હતો જેમા નંદકુંવરબા મહિલા કોલેજની ૯ વિદ્યાર્થીનીઓએ સાત દિવસ દરમિયાન રાજસ્થાનની સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી હતી.