ગુજરાતમાં જરૂરિયાતમંદ તમામના માથે છત આવે, તમામ ગરીબ-મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તેવા ધ્યેય મંત્ર સાથે ગુજરાત સરકાર કાર્ય કરી છે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોના ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો પ્રસંગે ગાંધીનગરથી જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં અંદાજે રૂ. ૧૧૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૨૫૨ ઈઉજી-૨ આવાસોનો ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો હતો. મુખ્યમંત્રીએ નવીન આવાસોના ડ્રો પ્રસંગે લાભાર્થીઓને અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, સરકાર જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે વિકાસ દિશામાં આગળ વધી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સસ્તા આવાસો ઘરે ઘરે શૌચાલયો, નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી, વિનામૂલ્યે ઘર ઘથ્થુ ગેસ જોડાણ, વિના મૂલ્યે જનધન બેંક ખાતા, ઁસ્ આયુષ્ય અને મા અમૃતમ હેઠળ રૂ. ૫ લાખનું આરોગ્ય કવચ જેવી અનેકવિધ લાભો આપ્યા છે. ગુજરાત સરકારે તાજેતરમાં ગરીબ લોકોને સસ્તું અનાજ મળી રહે તે માટે ૧૦ લાખ કાર્ડ ધારકોને લાભ આપ્યો છે અને આજે ભાવનગરના લોકોને ૧૨૫૨ સુવિધાયુક્ત લિફ્ટ સહિતના આવાસો આપવામાં આવી રહ્યા છે. આ ડ્રોમાં બાકી રહેલા પણ તમામ લોકોને રાજ્ય સરકાર સસ્તા આવાસો ઉપલબ્ધ કરાવશે. ભાવનગર શહેરમાં અંદાજે રૂ. ૧૭ થી ૧૮ લાખની કિંમતનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૫.૫૦ લાખની કિંમતમાં આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની જેમ ઇઝ ઓફ લિવિંગને પણ પ્રાધાન્ય આપીને આપણે ગુજરાતના શહેરો રહેવા અને માણવા લાયક બનાવવા પડશે. વડાપ્રધાન દ્વારા તાજેતરમાં ગુજરાતને સી પ્લેન, ગિરનાર રોપ વે તેમજ ભાવનગરને રો પેક્સ ફેરી સર્વિસની ભેટ આપવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર પ્રથમ ઝ્રદ્ગય્ ટર્મિનલ પણ ધરાવે છે. સૌ સાથે મળીને ભાવનગર પણ અન્ય શહેરોની સાથે સ્પર્ધા કરી વિકાસમાં અગ્રેસર રહે તેવા પ્રયાસો કરવા પડશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર ખાતે ઉપસ્થિત રહેલા ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે ઓછી આવક ધરાવતા ૧૨૫૨ લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન આજ સાકાર થવા જઈ રહ્યું છે.સરકારી વ્યવસ્થાઓ મજબૂત કરી વિશ્વાસનું વાતાવરણ સરકારે ઉભું કર્યું છે.મુખ્યમંત્રીશ્રીને ગુજરાતના વિકાસની ગતિ સતત જાળવી રાખવા બદલ અભિનંદન પાઠવતાં ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું કે કોરોના જેવી મહામારીમાં પણ સરકાર લોકોને મદદરૂપ થવાનું ચુકી નથી.આ પ્રસંગે મેયરશ્રી મનહરભાઇ મોરીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન તેમન ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી એમ. એ. ગાંધીએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, શાસક પક્ષ નેતા શ્રી પરેશભાઈ પંડ્યા, ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન શ્રી કિશોરભાઈ ગુરૂમુખાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી નિલેશભાઈ રાવલ, દંડક શ્રી શાસક પક્ષ શ્રીમતિ જલ્વીકાબેન