પાલીતાણા શહેર પરીમલ સોસાયટીમાં રહેતા મુસ્લીમ સમાજના ગરીબ પરીવારના બે માસુમ બાળકો તા.૭-૯-૨૦૧૭નાં રોજ સવારના શાળાએ જતા ગુમ થયેલ હતાં જેઓનું નામ કુરેશી આફરીન સલીમભાઈ ઉ.વ.૮ (પુત્રી)જીયાન સલીમભાઈ કુરેશી ઉ.વ.૬ (પુત્ર)ની ગુમ થયાની ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. તેમજ આ બંન્ને માસુમબાળકોની લાશ પરીમલ સોસાયટીમાં પડી રહેલા એક ભંગાર હાલતમાં પડેલ મોટરકારની ડિકીમાંથી તા.૯-૯-૨૦૧૭નાં રોજ આ માસુમ બાળકોની લાશ મળી આવેલ હતી.
જેની જાણકારી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન કરતા પોલીસે સ્થળ પર આવેલ અને તપાસ કરતાં બંને માસુમ બાળકોની લાશને પી.એમ. માટે પ્રથમ સરકારી દવાખાને લઈ ગયેલ આ ઉપરાંત હકીકત અંગે ન્યાયના હિતમાં ઉચ્ચ અધિકારી ગણ તપાસ કરી આ બનાવમાં જે કોઈ ઈસમો સંડોવાયેલ હોઈ તેની સામે કડક ધોરણસરની કાર્યવાહીઓ થવી જોઈએ જે થતી નથી અને વિલંબીત થાય છે.
તપાસ શરૂ હોવા છતાં આજ દિવસ સુધી પોલીસ ઉપરોક્ત મૃત્યુનાં ગુન્હેગારોની અટકાયત પણ કરી શકેલ નથી અને આ માસુમ બાળકોના મોત બાબતે સાચુ કારણ પણ જાણી શકી નથી. ગુજરાત સરકારના ગૃહ વિભાગના જુદા જુદા સેલના અધિકારીઓએ તપાસ કરેલ છતાં આ મૃત્યુના ગુન્હેગારોની અટકાયત થયેલ નથી. જે પાલીતાણા શહેરની જૈન ધર્મની પવિત્ર શ્રેષ્ઠ તીર્થ નગરીમા આમ જનતામાં આ માસુમ બાળકોની હત્યાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયેલ છે. જે પાલીતાણા જનતા માટે શરમની વાત ગણાય છે. તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા અનેક શકમંદ વ્યક્તિઓની ખાનગી પુછપરછ કરવામાં આવેલ છતાં પોલીસ અધિકારીઓને સદંતર નિષ્ફળતાઓ મળેલ છે. જે ખુબજ દુઃખદ બાબત ગણાય છે.
માસુમ બાળકોની હત્યાના ગુન્હેગારો આજ દિવસ સુધી પકડાયેલ નહી હોવાથી પાલીતાણા સમસ્ત મુસ્લીમ સમાજએ એક અગત્યની મીટીંગ બોલાવી ન્યાયના હિતમાં તા.૩૧-૩-૨૦૧૮નાં રોજ ન્યાય માટે એક મૌન રેલીનું આયોજન કરેલ અને આવેદનપત્ર ડે.કલેકટરને આપવામાં આવેલ આ અંગે ન્યાયના હિતમાં તપાસ અત્યંત જરૂરી બનતી હોવાનું સમાજ માને છે.