જી.આઈ.ડી.સી.ની અવારૂ જગ્યામાંથી ઈગ્લીશ દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

492

ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ભાવનગર જિલ્લાના મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસન સાહેબશ્રી નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની તથા જુગારની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા માટે સુચન કરેલ હોય જે સુચના અન્વયે બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર કે.એમ.રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એમ.ડી.મકવાણા તથા હેડ કોન્સ રણજીતભાઇ વી.ચુડાસમા તથા હેડ કોન્સ બી.સી.ગોહિલ તથા અનાર્મ લોકરક્ષક જીજ્ઞેશભાઇ મહેન્દ્રભાઇ તથા અનાર્મ લોકરક્ષક તૌફીકભાઇ રહીમભાઇ નાઓ સાથે ગઢેચી ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ રણજીતભાઇ વાઘજીભાઇ ચુડાસમાં નાઓ ખાનગી બાતમીરાહે હકીકત મળેલ કે , દિપાલસિંહ ઉર્ફે કુમાર રહે , ભાવનગર વાળો ભાવનગર જી.આઇ.ડી.સી. નવદુર્ગા ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નં -૯૯ / આઇ / ૧ ની બાજુની ગલીમાં અવાવરૂ જગ્યાએ રેલ્વે પાટા પાસે ઇગ્લીશ દારૂનું કટીંગ થવાનું છે જે બાતમી હકિકત આધારે સદરહુ જગ્યાએ જઇ રેઇડ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ મેગડોલ નં -૦૧ ની બોટલ નંગ -૨૬૪ કિ . રૂ . ૯૯,૦૦૦ / – તથા રોયલ ચેલેન્જરની બોટલ નંગ -૨૦૭ કિ.રૂ .૧,૦૭,૬૪૦ / – મળી ૨,૦૬,૬૪૦ / – તથા કન્ટેનર કિ રૂ .૨૨,૦૦,૦૦૦ / – તથા ત્રણ મો.સા. કિ .૬૮,૦૦૦ / – મળી કુલ મુદ્દમાલ કિ.રૂ .૨૪,૭૪,૬૪૦ / – નો મળી આવી તેમજ સદરહુ જગ્યાએથી કુલ આઠ ઇસમો સામે ધોરણસર થવા કાર્યવાહી હાથ ધરેલ છે.

Previous articleઆજથી શત્રુંજય ગિરિરાજની પાવનકારી યાત્રાનો થશે પ્રારંભ
Next articleરાણપુર તાલુકાનું એકમાત્ર ડીજીટલ ગામ એટલે જાળીલા