બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં કુલ-૩૬ ગામો આવેલા છે.આ ૩૬ ગામોમાંથી એકમાત્ર જાળીલા એવુ ગામ છે કે ત્યા ગામના વિકાસમાં કોઈ કમી નથી.
જાળીલા ગામ માં તલાટી કમ મંત્રી તરીકે બુરહાનભાઈ સોડાવાલા એ ચાર્જ સંભાળ્યો ત્યાર થી અને સરપંચ તરીકે સ્વ.મનજીભાઈ સોલંકી આવ્યા ત્યારથી ગામ ના વિકાસ માં કોઈ કસર રહી નથી.સંપુર્ણ ગામ માં કોઈ ૯૦% જેટલી અંડરગ્રાઉન્ડ ગટર લાઈન નું કામ આ બંને વ્યક્તિ ના હસ્તે પૂર્ણ કરવામાં આવ્યુ છે.
સંપૂર્ણ ગામ માં પીવાના પાણી ની પાઇપ લાઈન નું કામ મોટા ભાગ ના વિસ્તાર માં પૂર્ણ છે.હાલ ગામ માં પેવર બ્લોક ના કામ પણ થઈ રહ્યા છે લગભગ આ વર્ષ માં મોટા ભાગ ના વિસ્તાર માં પેવર બ્લોક પણ આવી જશે.ગામમાં એલ.ઈ.ડી.સ્ટ્રીટ લાઈટ નું કામ પણ સફળ રહ્યું છે ત્યારે ગામ લોકોની પણ ફરજ છે કે આ બધી વસ્તુ નું જતન કરીવુ.હાલ જાળીલા ગામના મુખી તરીકે ઓળખાતા અને ગામ પ્રત્યે ની આદર્શ ભાવના રાખતા ભીમજીભાઈ સુતરિયા અને દેવજીભાઈ ગોળકીયા ના આર્થિક સહયોગ થી જાળીલા ગામ ની સુરક્ષા ને ધ્યાને લઈ જાળીલા ગામને ૩૨ જેટલા સીસીટીવી કેમેરા ની અનમોલ ભેટ આપી અને ગામની સુરક્ષા અને શોભા માં અભિવૃધ્ધિ કરી છે અને બંને મહાનુભાવો દ્વારા ૯ લાખ જેટલો માતબર ખર્ચ ગામ ની સુરક્ષા માટે ખર્ચ કર્યો છે ત્યારે જાળીલા ગામના લોકોએ પોતાના ઘર કે શેરી માં લાગેલ કેમેરા નું ધ્યાન રાખીયે અને કોઈ અસામાજિક તત્વ નુકસાન ન કરે તેનું ધ્યાન રાખીવુ જાળીલા ગામના વિકાસ માટે આટલી રકમ આપી તો નહીં શકીયે પરંતુ જેને આપી છે અને આપણી સુરક્ષા ની ચિંતા કરી છે.ગ્રામજનોએ પણ આ સીસીટીવી કેમેરા અને સાઉન્ડ સિસ્ટમ નું ધ્યાન રાખવુ જરૂરી છે.જાળીલા ગામના સ્વ.મનજીભાઈ સોલંકી કે જે સતત ૮ વર્ષ ઉપ.સરપંચ તરીકે રહી ચુક્યા છે અને ખેડુતોના પ્રશ્નો હોય કે જાળીલા ગામના વિકાસના પ્રશ્નો હોય સતત પ્રયત્નશીલ રહેતા અને કોઈ પણ પ્રશ્ન હોય જેવા કે કેનાલમાં પાણી માટે પણ આંદોલન કરી ચુક્યા છે.સ્વ. મનજીભાઈ સોલંકી કે જેમને પોતાની ચિંતા કર્યા વગર પહેલા પોતાના ગામ લોકોની ચિંતા કરી હતી.