હનુમાન જયંતિના પાવન પ્રસંગે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ તેમજ રાષ્ટ્રીય અધંજન મંડળ- ભાવનગર જિલ્લા શાખાના આર્થિક સહયોગથી ખાતે વસતા પ્રજ્ઞાચક્ષુ નરેશભાઈ મકોડભાઈ ચૌહાણને કોલ્ડ્રીકસ સ્ટોર માટે કેબીન અપર્ણ કરવામાં આવેલ છે. ઉપરોકત સંસ્થા દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓ પગભરબની સમાજની મુખ્યધારામાં જોડાઈ શકે તેવા હેતુથી વર્ષ ૧૯૯૬થી શરૂ થયેલ આ અભિયાન અંતર્ગત શહેરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો આ પ્રકારના રોજગારી બુથોની ફાળવણી કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ લાભુભાઈ સોનાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ અભિયાન હેઠળ અત્યાર સુધી ૩૧થી વધુ રોજગારી મેળવેલલ પ્રજ્ઞાચક્ષુ અને વિકલાંગો ખુબ જ સારૂં આર્થિક ઉપાર્જન પ્રાપ્ત કરી રહ્યા છે. લાભુભાઈએ આ સાથે સ્વ. જગદીશભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેઓએ પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓ માટે કરેલા કાર્યોને યાદ કરી ઉપસ્થિતિ સૌ કોઈ પ્રેરિત કર્યા હતાં. તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ આવા વ્યકિતઓનાં સ્વરોજગાર માટે જગ્યાની ફાળવણી કરવી જોઈએ. અગાઉ ભાવનગર મહાપાલીકા તેમજ સિહોર નગરપાલિકાએ આ પ્રકારનો નિર્ણય કરી ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. આવા કાર્ય માટે જાહેરજનતાએ આર્થિક સહયોગ કરી પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓને આત્મનિર્ભર બનાવવાના કાર્યમાં મદદરૂપ થવા લાભુભાઈએ અપીલ કરી હતી. કેબની અર્પણવિધિ દરમિયાન સંસ્થાના ટ્રસ્ટ મહેશભાઈ પાઠક, હસમુખભાઈ ઘોરડા, પંકજભાઈ અને. ત્રિવેદી, સરપંચ બાલચંદ જીવરાજભાઈ ચૌહાણ તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.