ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ સરદાર નગર તરસમીયા વોર્ડ ના તળાજા જકાતનાકા નેશનલ આર્યન વર્કસ થી કાચના મંદિર સુધી અંદાજે 100 જેટલા દબાણો તંત્ર સાથે મેયર શ્રી મનભા મોરી ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ સ્થાનિક નગરસેવક અનિલભાઈ ત્રિવેદી દ્વારા સ્થાનિક મકાનમાલિકો અને વેપાર-ધંધા ના વેપારીઓ સાથે સંકલન કરી સ્વેચ્છિક દબાણ હટાવવા આગળ આવવા સમજણ આપેલ અને આ વિસ્તારમાં એક નવો રોડ બનાવવા કાર્યવાહી હાથ ધરેલ યોગ્ય સમજ અને આવતા દિવસ માં વિસ્તાર ના લોકો ને મળનાર સુવિધા ને લોકોએ આવકાર આપેલ દબાણ હોય ત્યાં મહાનરપાલિકા કામ નથી કરી શકતી તે વાત નો છેદ ઉડાડી એક વધુ ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ મહાનગર પાલિકા દ્વારા દુખિશ્યામ બાપા સર્કલ થી કાચ ના મંદિર સુધી તળાજા રોડ ને સમાંતર રોડ જે લોકો ને ખ્યાલ પણ ન હતો કે અહીં રોડ છે તે રોડ 9 મીટર rcc ટ્રી મિક્સ રોડ બનાવવા માટે લગભગ 30 વર્ષ જુના દબાણ વાળો રસ્તો 15 મીટર પહોળાઈ માં ખુલ્લો કરવી લગભગ 1લાખ 60 હજાર ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવી