દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સીદસર રોડ પર આવેલ ગેલ માતાજીના મંદિરે પ્રજાપતિના બાળકોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લાખાભાઈ સરવૈયા, એમ.જી. સરવૈયા, મહેશભાઈ, વિજયભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને બાળકોને શુભેચ્છા પાઠવી હતી.