બરવાળા ૧૦૮ની શ્રેષ્ઠ કામગીરી મહિલાની પ્રસુતિ ગાડીમાં કરાવી

944
guj2418-2.jpg

બરવાળા ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સના ઈએમટી વનરાજભાઈ ચૌહાણ અને પાયલોટ વિજયભાઈ શાપરા દ્વારા વાઢેળા ગામની મહિલાની પ્રસુતિ ગાડીમાં કરાવવામાં આવી હતી.
બરવાળા તાલુકાના વાઢેળા ગામના અમૃતાબેન જગદિશભાઈ સોલંકી (ઉ.વ.ર૪)ને તા.૩૧-૩-૧૮ના રોજ રાત્રિના ૭-૩૦ વાગે એકાએક પ્રસુતિનો દુઃખાવો ચાલુ થતા બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ઉપલબ્ધ ન હોવાના કારણે મહિલાને બરવાળાથી બોટાદ પ્રસુતિ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સેથળી ગામ પાસે મહિલાએ બાબાને જન્મ આપ્યો હતો. પ્રસુતિત મહિલાના ઉદરમાં બાળક આડી અવસ્થામાં હતું તેમ છતાં બરવાળા ઈમરજન્સી ૧૦૮ના ડોક્ટર વનરાજભાઈ ચૌહાણ દ્વારા સાવચેતી રાખી સેંથળી ગામ પાસે તા.૩૧-૩-૧૮ના રોજ રાત્રિના ૮-૪પ વાગ્યાના અરસામાં નોર્મલ ડીલીવરી કરી સરાહનિય કામગીરી કરી હતી તેમજ બાળકને સક્શન કરી ઓકસીજન આપવામાં આવ્યો હતો હાલ માતા તેમજ પુત્રીની તબિયત તંદુરસ્ત છે.

Previous article દિવ્યાંગને આત્મ નિર્ભર કરવા કેબીન અર્પણ કરાઈ
Next article ભાવનગર જિલ્લા પેન્શનર મંડળની સાધારણ સભા મળી