કોરોનાં મહામારીને નાથવા સરકારી તંત્ર તનતોડ મહેનત કરી રહ્યં છે. માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ માટે સુપ્રિમકોર્ટ દ્વારા પણ કડક વલણ દાખવવા આદેશ કર્યો છે. અને માસ્ક વગર ફરનારાઓને ૬ કલાક કોવિંડ સેન્ટરમાં સેવાકીય કામગીરી કરાવવાનું પણ સુચન કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં પણ વિવિધ ટીમો બનાવીને માસ્ક ડ્રાઈવ ગોઠવવામાં આવે છે જેમાં ક્ષતિ ગ્રસ્ત જણાતી અનેક દુકાનો, પેઢીઓ, હોટલો, શાળા અને આજે તો બેંકને પણ સીલ મારવા પહોચ્યા હતા.જ્યાં દંડ કરવામાં આવ્યો હતો.તેમા માસ્ક ડ્રાઈવનું ચેકીંગ કરવા જતી ટીમનાં બે સભ્યોનાં જ આજે કોરોનાં રીપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાવનગરમાં કોરોનાને કાબુમાં રાખવા માસ્ક ડ્રાઈવ ગોઠવવામાં આવે છે અને અલગ અલગ ટીમો વિવિધ વિસ્તારોમાં દુકાનો, હોટલો, પેઢીઓમાં ચેકીંગ કરી ક્ષતિ જણાય તો દુકાનો, પેઢીઓ સીલ કરે છે અને પોલીસ દ્વારા માસ્ક વિના નિકળતા વાહન ાચલકો અને લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરી કરવામાં આવે છે આજે શહેરનાં મોખડાજી સર્કલ સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં માસ્ક ડ્રાઈવની ટીમ પહોંચતા ત્યાં અનેક ગ્રાહકો હાજર હતા અને અનેક લોકોએ માસ્ક પહેર્યા ન હતા ત્યારે ટીમ દ્વારા બેંકની શાખાને સીલ કરવામાં આવી હતી. અને દંડનીય કાર્યવાહી કરી હતી. દરમ્યાન માસ્ક ડ્રાઈવની એક ટીમમાં ફરજ બજાવતા મહાપાલિકા નાં બે કર્મચારીઓનો રેપીડ ટેસ્ટ કરાવતા તેવો કોરોનાં પોઝીટીવ આવ્યા હતા આ બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામેલ છે. આ ટીમનાં અન્ય સભ્યોનો પણ રીપોર્ટ કરી કોરન્ટાઈન કરવાની પણ માંગ ઉઠવા પામી છે.