લીંબુની આવક સામે નિકાસ નહિવત થતા લીંબુના ભાવ સતત ગગડી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ભાવનગર જિલ્લામાં લીંબુનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે ભાવનગર જિલ્લાની આબોહવા લીંબુના વાવેતરને અનુકૂળ હોવાથી ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં લીંબુની બાગાયતી ખેતી કરે છે. પરંતુ આ વર્ષે લોકડાઉન અને બીજી બાજુ લીંબુના ભાવ ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખેડૂતોને માત્ર ૭ થી ૮ રૂપિયા ભાવ મળે છે. પરંતુ આ લીંબુ વેપારીઓ ૩૦ થી ૪૦ રૂપિયામાં વેચે છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા, શિહોર ,વલભીપુર, ઉમરાળા સહિતના વિસ્તારોમાં ખેડૂતો લીંબુની ખેતી કરી રહ્યા છે, બીજી તરફ દિલ્હી અને હરિયાણામાં ખેડૂત આંદોલનને કારણે લીંબુનું વેચાણ પણ ઘટ્યું છે. તેમજ ઠંડી શરૂ થતા લીંબુની આવક પણ ઘટી છે. લીંબુ થોડા દિવસોમાં પીળા પડી બગડી જતા ખેડૂતોને ભારે હલકી ભોગવાનો વારો આવ્યો છે, ત્યારે બીજી તરફ માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ જે ૭ થી ૮ રૂપિયા કિલો હતા તે હાલમાં માત્ર ૫ થી પણઓછા થય જતાં ખેડૂતોને સંગ્રહ કરવો પણ મુશ્કેલબની ગયું છે જેથી સિહોરના જીથરી અમરગઢ ગામના ખેડૂતોએ લીંબુને ખાળિયામાં અને રસ્તા પર નાખી દીધા છે, ખેડૂતોના કહેવા પ્રમાણે વેપારીઓ અને દલાલો ધાર્યા ભાવે જ લીંબું ખરીદે છે. ખેડૂતોને મન મનાવીને પણ ન પરવડે તો પણ લીંબું યાર્ડમાં વેચીને આવવું પડે છે