ભાવનગર જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા પૂ.સીતારામબાપુ તથા દયાગીરીબાપુના સાનિધ્યમાં યોજાઈ ગઈ. આ સભાના અતિથિ વિશેષ ડો.ભારતીબેન શિયાળ (સાંસદ)ના હસ્તે ૭૦ વડિલોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશાળ સંખ્યામાં પેન્શનર ભાઈઓ-બહેનોએ હાજરી આપી હતી. ગુજરાત પેન્શનર સમાજના પ્રમુખ એસ.એમ. જોશી, પેન્શન અંગેના પ્રશ્નોની છણાવટ કરી હતી. તાલુકા પ્રમુખો તથા આમંત્રિતો હાજર રહ્યાં હતા. ભાવનગર જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ નીતિનભાઈ પંચોલી અને કારોબારી સભ્યોની કામગીરી બિરદાવી હતી. જિલ્લામાં કામ કરતા વિશિષ્ટ કામગીરી કરતા મહેન્દ્રભાઈ રાવલ, રાજેશભાઈ ત્રિવેદી, રસિકભાઈ વાઘેલા અને અકબરભાઈ ખોખર તથા મુકેશ પંડિત અને વકિલ અશોકભાઈ ત્રિવેદીનું સન્માન થયું હતું.