ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજનાં સુત્રોચાર સાથે ફિટનેસ સપ્તાહનાં ઉદ્‌ઘાટનમાં જોડાયા સ્કાઉટ ગાઈડ બાળકો

505

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઈન્ડિયા મિશન અંતરગત ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ફિટનેસ વિક ઉજવવાનું આયોજન ૨૦ ડિસેમ્બર થી ૨૯ ડિસેમ્બર દરમિયાન કરવામાં આવેલ છે જેના ઉદ્‌ઘાટન કાર્યક્રમ વિદ્યાધીશ વિદ્યાસંકુલ ખાતે તા.૨૦ને રવિવારના રોજ સવારે ૯-૩૦ કલાકે યોજવામાં આવેલ ડો. વાસુદેવભાઈ રાવલ, ડો.જી.એમ.સુતરીયા, ડો. કપીલભાઈ વ્યાસ દ્વારા દિપ પ્રાગટ્ય ફિટનેસ વીકને ખુલ્લુ મુકવામાં આવેલ સ્કાઉટ ગાઈડ પ્રાર્થના યોગ ડેમોસ્ટેશન બાદ જિલ્લા મંત્રી દ્વારા ફિટનેસ વિક દરમિયાન થનાર ઉજવણીની માહિતી આપવામાં આવેલ જિલ્લા સ્કાઉટ ગાઈડ કમિશ્નર અની વિસેલ ઉપસ્થિતીમાં યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાધીશ વિદ્યાસંકુલ બી.એન. વિરાણી સ્કુલ, સ્વામિનારાયણ ગુરૂકુળ, એમ.એસ.બી-૬૯, હાયટેક સ્કુલ, વિવેકાનંદ રોવર ક્રૃનાં પ્રતિનીધી વિદ્યાર્થી અને શિક્ષકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અજયભાઈ ભટ્ટ, વિશાલભાઈ ત્રિવેદી, પુષ્પરાજસિંહ ગોહિલ યશપાલ વ્યાસ, હાર્દ પંડ્યા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleભાવનગર જિલ્લા પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા અંગે એક સપ્તાહમા રૂ.૩૦.૪૭ લાખનો દંડ વસુલવામાં આવ્યો
Next articleરૂા.૩ કરોડના ખર્ચે ચિત્રા ફુલસર વોર્ડમાં વિકાસના કામોનું મેરોથોન ખાતમુહૂર્ત