રૂા.૩ કરોડના ખર્ચે ચિત્રા ફુલસર વોર્ડમાં વિકાસના કામોનું મેરોથોન ખાતમુહૂર્ત

289

ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર દ્વારા સંગઠનની રચના પૂર્ણ થયા બાદ ફરી વિકાસના કામોમાં તેજી આવી છે વિવિધ વિસ્તારના મંજૂર થયેલા કામોના ખાતમુહૂર્ત ફરી પવનવેગે થઈ રહ્યા છે ત્યારે આજે સવારે ૧૦ થી બપોરે ૩/૩૦ કલાક સુધી સતત ૬ કલાક સુધી પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ચિત્રા/ફુલસર/નારી વોર્ડના ૩૦થી વધુ વિકાસના કામોનું ખાતમુહૂર્ત યોજાયું હતું જેમાં શહેર મહામંત્રી ડી.બી.ચુડાસમા, વોર્ડના પ્રભારીશ્રી હરેશભાઇ મકવાણા, પૂર્વ મહામંત્રીશ્રી મહેશભાઈ રાવલ, શહેર ઉપાધ્યક્ષશ્રી પ્રવીણભાઈ આહિર, પૂર્વ પ્રમુખશ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ નગરસેવીકા કીર્તિબેન દાણીધરીયા, વોર્ડ પ્રમુખશ્રી સંજયભાઈ રાઠોડ, મહામંત્રીશ્રી ઘનશ્યામસિંહ રાણા, નિતેશભાઈ દવે, શિક્ષણ સમિતિના ડે. ચેરમેન મહેન્દ્રસિંહ, પૂર્વ ચેરમેન રામદેવસિંહ ગોહિલ, મહિલા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ ભારતીબેન મકવાણા સહિત વિવિધ વિસ્તારના નાગરિકો, આગેવાનો અને વિવિધ સોસાયટીના પ્રમુખ/મહામંત્રીઓ જોડાયા હતા. વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી લોકોની સુખાકારી અને સુવિધા માટે સતત અવિરત વિકાસના પંથે ચાલનારી પાર્ટી છે એક વોર્ડમાં ૩ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત એ બતાવે છે કે પૂર્વ નગરસેવકો પોતાના વોર્ડ અને વિસ્તારના નાગરિકોની સુખાકારી માટે કેટલા જાગૃત અને તત્પર છે મહાનગર પાલિકાના નગરસેવકોની ટર્મ ભલે પુરી થઈ પણ વિકાસના કામો માટે તેમની જાગૃતિ, કર્તવ્યનિષ્ઠા અને લોકો પ્રતિ કમિટમેન્ટ અકબંધ છે પૂર્વ નગરસેવકો એ પાંચ વર્ષ દરમ્યાન કરેલા કાર્યનો હિસાબ લઈ લોકો સુધી આવી રહયા છે ત્યારે લોકો ઉમળકાભેર આવકારે એજ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો પોતાના વિસ્તારમાં પાંચ વર્ષ દરિમયાન સફળતા પૂર્વક લોકોની સેવા કરી છે આજે ૬ કલાકના મેરોથોન ખાતમુહૂર્ત દરિમયાન પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘણીએ ચિત્રા-ફુલસર-નારી વોર્ડમાં ૩૦ થી વધુ સ્થાનોએ ખાતમુહૂર્ત કર્યા હતા.

Previous articleફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજનાં સુત્રોચાર સાથે ફિટનેસ સપ્તાહનાં ઉદ્‌ઘાટનમાં જોડાયા સ્કાઉટ ગાઈડ બાળકો
Next articleગુરૂ – શનિ ગ્રહની યુતિનો અદ્‌ભુત અવકાશી નજારો લોકોએ ટેલીસ્કોપની મદદથી નિહાળ્યો