ખેડુત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ રોડ પર આવશે : સેવાદળ પ્રમુખ

545

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સાંસદમાં બહુમતીના જોરે જે કૃષિ બિલ લાવવામાં આવ્યું છે. ખેડુતોના અન્યાય કર્તા કાયદાઓ સામે ખેડુતો હાલમાં દેશવ્યાપી આંદોલન ચલાવી રહ્યા છે તેને કોંગ્રેસ સહિતનાં વિપક્ષો સમર્થન આપી રહ્યા છે. જેના ભાગરૂપે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિત્તિ કાર્યાલય ખાતે અખિલ ભારતિય કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઇ દેસાઇ, ગુજરાત સેવા દળના ઉપપ્રમુખ કિરણભાઇ પ્રજાપતિ, માજી. ધારાસભ્ય અને ખેડુત અગ્રણી નાનુભાઇ વાઘાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, ભાવ. મ્યુની. વિપક્ષના પૂર્વ નેતા જયદિપસિંહ ગોહિલ, ભરતભાઈ બુધેલીયાજિલ્લા સેવા દળ પ્રમુખ પ્રતાપભાઇ ડાંગર, શહેર કોંગ્રેસ સેવાદળ પ્રમુખ કલ્પેશભાઇ મણિયાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.આ પત્રકાર પરિષધને સંબોધતા નાનુભાઇ વાઘાણીને ખેડુતોના જે કાયદાઓ લાવવામાં આવી રહ્યા છે તેનો સખ્ત વિરોધ કર્યો હતો. આ કાયદાને સંસદમાં મતદાન ઉપર મુક્યા વગર લાવવામાં આવ્યો છે અને આ કાયદાઓ સરકારને અન્યાય કરતા છે દેશનો ખેડુત આ કાયદાનો વિરોધ કરી રહ્યો છે તેને કોંગ્રેસ પક્ષ સમર્થન આપી રહ્યું છે. ખેડુતોના પ્રશ્નોના નિરાકરણ આવવા જોઇએ. કોંગ્રેસ ખેડુતોની સાચી વાત કરે છે. જ્યારે આજે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઇ દેસાઇએ કેન્દ્ર સરકારની રિતી નિતીની ટિકા કરી હતી. જે કાયદાઓ લાવવામાં આવ્યા છે તે ખેડુત વિરોધી કાયદાઓ છે, ખેડુતોને અન્યાય કર્તા છે. જ્યારે સમગ્ર દેશ કોરોના મહામારીની ચિંતાની ચરમ સિમાએ હતું તેવા સમયે કોઇપણ જાતના ખેડુતો સાથે સંવાદ કરવામાં આવ્યો નથી, ચુંટાયેલા સાંસદોની સાથે સંવાદ કરવામાં આવ્યો નથી, દેશનીં સંસદમાં બહુમતીના જોરે ખેડુત વિરોધી કાયદા લાવવામાં આવ્યા છે તેનો કોંગ્રેસ વિરોધ કરે છે. અને ખેડુતોના આંદોલનને સમર્થન કરે છે. તેના સમર્થન માટે જ આજે ભાવનગર ખાતે પત્રકાર પરિષદ યોજાવામાં આવી છે.
લાલજીભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડુતોની વ્યાજબી માંગણીઓ સ્વિકારવી જોઇએ, પોતાના પાકની વ્યાજબી કિંમત મળવી જોઇએ, ટેકાના ભાવો નક્કી થવા જોઇએ તે માટે કાયદા લાવવા જોઇએ અને તેને કાયદાનું સ્વરૂપ આપવું જોઇએ. આ કાયદાઓ આવનારા દિવસોમાં ઉધોગપતિને ફાયદો થાય તે રીતના કાયદા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમને કહ્ય.ું હતું કે, જેનો રાજા વેપારી, તેની પ્રજા ભીખારી તેવા નિર્ણયો હાલની સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. આ અગાઉ દેશમાં અંગ્રેજો આવ્યા, ઇસ્ટ ઇન્ડિયા આવી દેશ ગુલામ થયો તે રીતે હાલની સરકાર એ વેસ્ટ કંપની જેવી છે. જેમાં અદાણી, અંબાણી જેવા ઉધોગપતિઓને ખેડુતોની જમીનો વેચી

Previous articleક્રિસમસની ઉજવણીની તૈયારી શરૂ
Next articleકોબડી ટોલટેક્ષ નાકાના વિરોધમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ ભુલી આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરીનો ઘેરાવ