ભાવનગર ડિવીઝનના આઠ રેલવે કર્મીઓને જનરલ મેનેજરે ઈનામ આપ્યું

293

પશ્ચિમ રેલવે પર ૬૫મી રેલવે સપ્તાહ ૨૨ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ ઉજવાયો હતો, જે અંતર્ગત ભાવનગર ડિવીઝનના ૮ રેલવે કર્મચારીઓને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તમામ રેલવે કર્મચારીઓને રૂ .૨૦૦૦/- રોકડ, મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. જેના પુરસ્કૃત કરવામાં આવ્યા હતા આ કર્મચારીઓ છે કમલેશ કુમાર શર્મા (ચીફ કોમર્શિયલ ક્લર્ક), અમર કુમાર (સીનિયર સેક્શન એન્જિનિયર), પરમબીર ભારતી (સીનિયર સેક્શન એન્જિનિયર), નિતિન મટવનકર (ડીસીડબલ્યુઆઈ), નાથાભાઇ આર. બાગડા (કાર્યાલય અધીક્ષક), એસ. કે. પાસવાન (સ્ટેશન માસ્ટર), કુ.પ્રતિભાબા બી. જડેજા (કલાર્ક), રાજેશકુમાર ત્રિપાઠી (સીનિયર સેક્શન એન્જિનિયર) અને મયૂર જી. જાની (સીનીયર સેક્શન એન્જિનિયર/ભાવનગર વર્કશોપ). નોંધનીય છે કે કોવિડ -૧૯ પ્રોટોકોલને પગલે પશ્ચિમ રેલવેનું આ એવોર્ડ વિતરણ કાર્ય વર્ચુઅલ માધ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેના કારણે મંડલના તમામ કર્મચારીઓને સંબંધિત અધિકારી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. જનરલ મેનેજરે તમામ કર્મચારીઓને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. મંડલના મંડલ રેલવે મેનેજર પ્રતીક ગોસ્વામી અને અપર મંડલ રેલવે મેનેજર સુનિલ આર. બારાપાત્રેની સાથે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ એવોર્ડ મેળવનારાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Previous articleકોબડી ટોલટેક્ષ નાકાના વિરોધમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ ભુલી આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરીનો ઘેરાવ
Next articleશહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત