રોશનીનાં ઝળહળાટ સાથે ક્રિસમસ પર્વ ઉજવવા ચર્ચો અને મીશનરી શાળાઓ સજ્જ

320

ખ્રિસ્તી સમાજનાં મહાપર્વ નાતાલ (ક્રિસમસ) પર્વની આવતીકાલે તા. ૨૫ ડિસેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવનાર છે. શહેરમાં પરંપરાગત ઉજવણી કરવામાં આવનાર છે. શહેરમાં ખ્રિસ્તી સમાજ દ્વારા સમુહ પ્રાર્થના સાથે નાતાલ પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવનાર છે. ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષની માફક આ વર્ષે પણ સીએનઆઇ ચર્ચ સહિતના દેવળો તેમજ મિશનરી સ્કુલો, ક્રાઇસ્ટ સ્કુલ સહિતની આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. અને નાતાલ પર્વની ઉજવણી કરવા સમગ્ર ખ્રિસ્તિ સમાજ ઉત્સુક બન્યો છે.
જો કે, આ વર્ષે લગભગ એક પણ તહેવારની ઉજવણી શક્ય બની નથી. પરંતુ હાલમાં સરકાર દ્વારા પણ છુટછાટ આપવામાં આવી હોય. દેવળોમાં ઇસુનાં જન્મ નિમિત્તે સમુહ પ્રાર્થના સહિતનાં કાર્યક્રમો યોજાઇ શકે છે. રંગ રોશનીનાં ઝળહળાટ સાથે શણગારેલા દેવળો અને મિશનરી શાળાઓ રાત્રીનાં સમયે આકર્ષક લાગી રહ્યા છે. ચર્ચની બહાર વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને તમામ કાર્યક્રમો મોફુક રાખવામાં આવ્યા હોવાનાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

Previous articleબિઝનેસ સેન્ટરમાં માસ્ક ડ્રાઇવ આવતા અફડાતફડીનો માહોલ વેપારીઓ એકઠા થયા : દુકાનો ટપોટપ બંધ કરી
Next articleતળાજા- મહુવા નેશનલ હાઇવેની હાલત બિસ્માર : વાહન ચાલકો ત્રસ્ત