તળાજાથી મહુવા સુધીના નેશનલ હાઇવે રોડ કે જે હાલમાં કાર્યરત ે તે રોડ ચોમાસાની સીઝનમાં અતિ બિસ્માર બની ગયેલ છે જેથી આ રોડની હાલત એટલી ખરાબ છે કે ન પુછો વાત. પરંતુ આ રસ્તો સારો બનાવવા માટે અવાર નવાર જે તે સરકારી બાબુઓને રજુઆત કરવામાં આવી હતી. છતા પણ કોઇના પેટનું પાણી પણ હલતું ન હતું. છેલ્લે ના ુછુટકે મહુવા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ મહુવા કોલ્ડ સ્ટોરેજ એસોસીએશન દ્વારા તા. ૯-૧૧ના રોજ રસ્તો સારો ન બનવાથી સરકારને અલ્ટીમેટમ આપેલ હતુ અને મહુવા પ્રાંત અધિકારીઓની હાજરીમાં એક બેઠક કરી હતી. અને એક મહિનામાં તળાજાથી મહુવાનો રસ્તો રીપેર થઇ જાય તેવી હૈયાધારણ નેશનલ હાઇવેના અધિકારીએ આપી હતી. પરંતુ આજ એક મહિનોને ૧૦ દિવસ જેટલો સમય થઇ ગયો છતા પણ આ રોડ ફ્કત બોરડા, લોગંડી, ભાદ્રોડ જેવા વિસ્તારમાં ૧૦ થી ૧૫ કિલો મીટરનો થયો બાકી હજી રસ્તો થવામાં કોઇપણ કારણોર બંધ છે. અને વાહન ચાલકો તેમજ આમ જનતા પરેશાન થઇ રહી છે. છતા પણ આ રસ્તાનું કામ શું કામ બંધ છે તેના કોઇ ખબર નથી. તો ચેમ્બર ઓફ કોમર્સ તેમજ કોલ્ડ સ્ટોરેજ એસોસીએશન દ્વારા જે કાંઇ આંદોલન થયા તે નિષ્ફળ ગયેલ છે. તેવું આમ જનતામાં સાંભળવા મળેલ છે.આ બાબત રોડ રીંપેરીંગ નથી થયો ત્યાં તો કોબડી પાસે ટોલ ટેક્સ પણ ઉઘરવવાનું ચાલું કર્યું છે. આ બાબતે પણ જનતામાં રોષ જોવા મળે છે. તળાજા દ્વારા સભ્ય કનુભાઇ બારૈયાએ સરકારમાં રજુઆત કરેલ છે.