ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન સારો વરસાદ થતા ખેડુતો ને કપાસનો પાક સારો આવતા બોટાદ જીલ્લાના રાણપુર માર્કેટીંગ યાર્ડ ખાતે રાણપુર શહેર તેમજ રાણપુર પંથકના ખેડુતો મોટી સંખ્યામાં કપાસ વેચવા આવી રહ્યા છે.ત્યારે આજે તા-૨૪-૧૨-૨૦૨૦ ને ગુરૂવારે રાણપુર માર્કેટીગ યાર્ડ ખાતે ખેડુતો મોટી સંખ્યામાં કપાસ વહેચવા આવ્યા હતા.આજે વહેલી સવારથી કપાસ ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને એકજ દિવસમાં રેકોર્ડબ્રેક ૧૦૧ કરતા વધુ વાહનો કપાસ વેચવા આવી પહોચ્યા હતા જ્યારે સી.સી.આઈ.દ્રારા કપાસ ની ખરીદી કરવામાં આવી હતી રૂ.૧૧૫૫ ના ભાવે ૭૫૦૦ મણ કપાસની ખરીદી કરવામાં આવી હતી કપાસના પુરતા પ્રમાણમાં ભાવ મળતા ખેડુતોમાં ખુશી ફેલાઈ ગઈ હતી.
આજે રાણપુર માર્કેટીંગ યાર્ડ ખાતે આશરે એકજ દિવસમાં ૧૦.૦૦૦ મણ કરતા વધુ કપાસની આવક થઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે રાણપુર માર્કેટીંગ યાર્ડ ખાતે સી.સી.આઈ.દ્રારા કપાસની ખરીદી કરવામાં આવી રહી છે.તેમજ વેપારીઓ પાસેથી પણ ખેડુતોને પુરતા પ્રમાણમાં કપાસના મળતા હોવાથી હાલ રાણપુર માર્કેટીંગ યાર્ડ માં કપાસ વેંચવા ખેડુતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે..