ગુડાની નવી બની રહેલી કુડાસણ ઈન્દ્રધનુષ સોસાયટી પાસે એમઆઈજી સ્કીમમાં ખોદકામ દરમિયાન કામ કરતાં ચાર વ્યક્તિઓ દટાયા હતા. જો કે તમામને આજુબાજુના લોકો તથા બધાએ ભેગા મળી બહાર કાઢતાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ નાની-મોટી ઈજાઓ જઈ હતી. જો કે ત્યારબાદ આ ચારેયને સીવીલ હોસ્પિટલ લઈ જવાને બદલે ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. ભૂતકાળમાં ગુડાના કોન્ટ્રાકટરે નિયમ મુજબ કામ નહીં કરીને કાનમની દિવાલ પાડી દેતાં ગુડાને પાંચ કરોડ જેટલું નુકસાન થયું હતું. જેથી અહીં પણ કોન્ટ્રાકટર દ્વારા નિયમ મુજબ સલામતિના સાધનો નહી આપવા અને બાંધકામના નિયમો નહીં પાડવા હોવાની ચર્ચાએ પણ જોર પકડયું હતું.