વેસ્ટર્ન રેલવેની મલ્ટિ-ડિસિપ્લિનરી બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્સ (બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ-બીડીયુ) ઝોનલ હેડક્વાર્ટર અને ડિવિઝનોમાં બનાવવામાં આવી છે, જે નવા વિચારો અને પહેલનો સમાવેશ કરીને માલ બજારમાં વ્યવસાયિક સંભાવનામાં સુધારો લાવવા માટે પ્રશંસાત્મક કાર્ય કરી રહી છે. નવુ ભાડ઼ુ ગ્રાહકોને આકર્ષિત કરીને ભાવનગર ડિવિઝને ભાવનગર કોંક્રિટ જેટી ગુડ્ઝ શેડથી ગુજરાતના ભરૂચ જતી માલગાડીમાં કોલસો લોડ કરીને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ વી.કે. ટેલરના જણાવ્યા મુજબ, ભાવનગર ડીવીજનના નવા બંદર પર કોલસાના વેપારીઓ સાથે સતત સંપર્ક કર્યો હતો, જે મુખ્યત્વે રોડ માર્ગ દ્વારા ગુજરાતના નાના ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ કોલસાની રેક મોકલવાનુ ભાવનગર મંડલના બીડીયુના જોરદાર પ્રયાસોને કારણે શક્ય બનયું છે. ભાવનગર કોંક્રિટ જેટીમાંથી કોલસાની છેલ્લી લોડિંગ સપ્ટેમ્બર ૨૦૧૬ માં થઈ હતી. સતત માર્કેટિંગ પ્રયત્નોના પરિણામે, ૦૪ વર્ષ પછી કોલસો લોડિંગ ફરી કર્યું છે. પ્રથમ રેક મેસર્સ યશવી કોલ અને મિનરલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા મેસર્સ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ સાઈડિંગ, ભરૂચને મોકલવામાં આવી છે. ભાવનગર મંડલને આ રેકના ૫૮ ર્મ્ંઠદ્ગૐન્ વેગન લોડ કરીને રૂ.૪૩.૯૪ લાખની આવક થઈ છે. આ એક રેકમાં કુલ ૩૯૪૪ ટન કોલસો ભરાયો હતો. આગામી ૧૫-૨૦ દિવસમાં કોલસાના અન્ય ૪ રેક લોડ થવાની છે. પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રોત્સાહનોને કારણે ભાવનગર મંડલમાં આ લોડિંગ શક્ય બન્યું છે. આવનારા સમયમાં આ ટ્રાફિકમાં વધારો થવાની સંભાવના છે.