મહુવાના કસાણ ગામે ખેત મજુરી કરતી યુવતી પર મોડી સાંજે દિપડાએ હુમલો કરતા અને લોહી લુહાણ ઇજા પહોંચાડતા તેમને સારવાર્થે મહુવા હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ જયા ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કરેલ છે . આ બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મુળ ગોપનાથ રાજપરાના વતની અને હાલ મહુવા તાલુકાના કસાણ ગામે કપાસ વીણવાની મજુરી એ આવેલ મકવાણા પરિવારના આરતીબેન શામજીભાઇ મકવાણા (ઉ.વ. ૨૦) જીવનભાઇ મકાભાઇ માણીયાની વાડીમાં મોડી સાંજે ૭-૦૦ વાગ્યે કપાસ વીણવાનું કામ કરી રહયા હતા . તે વખતે અચાનક આવી ચડેલા દીપડાએ તેમની પર હુમલો કરતા અને ગભીર ઇજા પહોંચતા સારવાર્થે મહુવાની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયા ફરજ પરના તબીબે તપાસી તેણીને મૃત જાહેર કર્યા હતા . અવાર નવાર આવી ચડતા અને ખેતર – વાડીમાં કામ કરતા મજુરો પર હુમલો કરતા દીપડાને જંગલખાતા દ્વારા પા જરૂ મુકવામાં આવે અને તંત્ર દ્વારા દીપડાને પકડી ગ્રામજનોને ભયમુકત કરવામાં આવે તેવી ગ્રામજનોએ લાગણી અને માગણી વ્યકત કરી છે . કસાણ ગામના સરપંચ જીવનભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે તાકીદે દિપડાને ઝડપી અને અન્ય સ્થળે ખસેડવામાં ઉગ્ર માંગ કરી છે માનવ ભક્ષી દિપડો અન્ય નો ભોગ લેય તે પહેલાં ઝડપી પાડવા માંગ કરી છે રાત્રે ખેડૂતો પાણી વાળવા જતા ડરે છે ગામ અને પંથકમાં આખુ ફફડાટ ફેલાયો છે વધુ મા જણાવ્યું હતું કે પીજીવીસીએલ દ્વારા દિવસે પાવર આપવા માંગ કરી છે રાત્રે ખેડૂતો પાણી વાળવા જતા ડરે છે