૧૧.૨ ડિગ્રી સાથે ભાવનગરમાં કોલ્ડવેવ

312

ઉત્તર ભારત તરફથી ફુંકાય રહેલા હિમ પવનને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શિતલહેર પ્રસરી જવા પામી છે. હવામાન ખાતા દ્વારા તા. ૨૮ થી ૩૦ દરમિયાન કાતિલ ઠંડી પડવાની આગાહી પણ કરવામાં આવી છે જેના પગલે ભાવનગરમાં ચોવીસ કલાકમાં જ લઘુતમ તાપમાનનો પારો છ ડિગ્રી ઘટીને ૧૧.૨ ડિગ્રી થઇ જતાં રવિવારની રાત શિયાળાની સિઝનની સૌથી ઠંડી રાત્રી બની હતી. રાજ્યના અનેક શહેરોમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી પહોંચી જવા પામી છે.
હિમાલય અને કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં થયેેલી બરફવર્ષા અને ફુંકાઇ રહેલા શિત પવનની દેશભરમાં અસર થઇ રહી છે. હવામાન ખાતા દ્વારા ઉત્તરભારતમાં થઇ રહેલી બરફ વર્ષાના કારણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં તાા. ૨૮ થી૩૦ ડિસેમ્બર દરમિયાન શિત પવન ફુંકાવાના કારણે ઠંડીનું મોજું ફરી વળશે તેવી આગાહી કરવામાં આવી હતી જેના પગલે ગત રાત્રીમાં તેની અસર શરૂ થઇ જવા પામી છે તેમ કાત્તિલ પવનની સાથો સાથ ઠાર પડતાં લોકોએ રાત્રી દરમિયાન ભારે ઠંડીનો સામનો કર્યો હતો. ગઇકાલે લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયા બાદ ૨૪ કલાકમાં જ લઘુતમ તાપમાનમાં ૫.૮ ડિગ્રીનો ઘટાડો થતાં રવિવારની રાત્રે લઘુતમ તાપમાન ૧૧.૨ ડિગ્રી થઇ જવા પામ્યું હતું. ભાવનગરમાં શિયાળાની સિઝનમાં રવિવારની રાત ૧૧.૨ ડિગ્રી સાથે સૌથી ઠંડી રાત્રી બની હતી.આજે દિવસ દરરમિયાન પણ રસ્તા પર લોકો ગરમ વસ્ત્રો પહેરીને જ જોવા મળ્યા હતા. જ્યારે રસ્તા પર પસાર થતાં વાહન ચાલકોએ કાત્તિલ ઠંડીનો સામનો કર્યો હતો.
રાત્રી દરમિયાન ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લિધો હતો તો અનેક લોકોએ તો ઠંડીથી બચવા માટે ઘરની બહાર નિકળવાનું જ ટાળ્યું હતું. હાલમાં શાળા કોલેજો બંધ હોય વિધાર્થીઓને ઠંડીથી રાહત મળવા પામી છે.ત્રણ દિવસની આગાહીના પગલે હજુ વધુ ઠંડી પડવાની શક્યતાઓ જણાઇ રહી છે. ભાવનગરની સાથો સાથ રાજ્યના અનેક શહેરોમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી કરતા નિચે પહોંચી જવા પામ્યું છે.

Previous articleકોંગ્રેસના ૧૩૬માં સ્થાપના દિવસની ભાવનગરમાં ઉજવણી
Next articleભાવનગરમાં બાકી રહેતા વિસ્તારોમાં ગેસ લાઈન નાખવાની સફળ રજૂઆત