ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય ત્યારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુકવાના કારણે ડુંગળીના ભાવ ગગડી ગયા હતા જેના કારણે આજે ખેડૂતો નિકાસમાં છુટી આપતા ખેડૂતો હર્ષની લાગણી અનુભવી હતી. ૧૦ હજાર ગુણી ની આવક થઈકિશાન મોર્ચના પ્રમખુ નરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા જણાવ્યું હતું કે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ દૂર કરતા ખેડૂતોના ચહેરા પર હર્ષની લાગણી છવાઈ છે, હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની ૧૦,૦૦૦ થેલીની આવક થય છે, જેમાં ખેડૂતોને એક મણે ૪૦-૫૦ થી રૂપિયાનો સીધો જ ફાયદો થયો છે.
આવનારા સમયમાં ડુંગળીના ભાવમાં ખેડૂતોને ઓપન બજારમાં વધુ સારા ભાવ મળે તેવી આસન લગાવી છે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખે કૃષિ મંત્રીને પત્ર લખીને નિકાસ બંઘી હટાવી લેવા માંગણી કરી હતી કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખે નિકાસ બંઘી હટાવી લેવા રજૂઆત કરવી પડે તે શરમજનક બાબત કહી શકાયડીહાડ્રેશન પ્લાન ઘરાવતા માલિકો નિકાસ બંઘીનો પુરો લાભ ઉઠાવી નીચા ભાવે ખરીદી કરી ડુંગળીનો સ્ટોક કરી રહ્યાં છે ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશ લંગાળીયા અને ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારોએ કેન્દ્રીય કૃષિ મંત્રીને સંયુક્ત રીતે પત્ર લખીને જણાવ્યુ કે ભૂતકાળમાં ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો હતો ત્યારે ભાવને કંન્ટ્રોલમાં રાખવા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.દિવાળી પેલા છુટ આપી હોત તો વધુ આવક થાતખેડૂત દ્વારા જણાવ્યું હતું કે હાલમાં ડુંગળી ખુબજ ઉત્પાદન થયું હોય નિકાસ બંઘીના કારણે માલનો ભરાવો થયો છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી જેના કારણે ખેડૂતોને ખુબજ નુકશાન સહન કરવાનો વારો આવે અને ખેડૂતોને પાયમાલ થઈ જવાનો વારો આવે તેમ છે ખેડૂતોને નુકશાન ન જાય તે માટે તાત્કાલિક અસરથી નિકાસ બંઘી હટાવવી લેવા રજૂઆત કરવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા નિકાસ બંધી હટાવી લેવામાં આવતા ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીની સારી એવી આવક પણ થઇ છે અને સારા ભાવ પણ ખેડૂતોને મળ્યા હતા. છતાં પણ જો આ દિવાળી પેલા નિકાસની છૂટી આપી હોત તો ખેડૂતો ને હજી વધારે ફાયદો થાય તેમ હતો.