ભાવનગર શહેરના હાદાનગર સ્નેહમિલન સોસાયટી , કુંભારવાડામાં રેલવે તંત્રએ રસ્તો બંધ કરી દેતા રહીશોની અગવડતા વધી છે , આ મામલે કોંગ્રેસના કાર્યકરો રહીશોને સાથે રાખીને ડીઆરએમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું . શહેરના હાદાનગરમાં થઈને રાજકોટ રોડ ઉપર જે રસ્તા ઉપરથી લોકો ચાલે છે , તે રેલવે પ્રશાસન દ્વારા વારંવાર બંધ કરી દેવામાં આવે છે . રેલવેમાં ત્રણ શાળાઓ , એક બેન્ક , પોસ્ટ ઓફીસ છે , આ રસ્તો બંધ થવાથી ત્રણથી ચાર કિલો મીટરનું અંતર વધી જાય છે . આ વિસ્તારમાં આર્થીક રીતે પછાત વર્ગના લોકો રહે છે , જેઓને રીક્ષા ભાડું કે અન્ય વાહન બાંધીને જવું મોંઘું પડે છે . ૧૦૮ જઈ શકે એટલો રસ્તો ખુલ્લો રાખવાની રજૂઆત કરવામાં આવી હતી . આ ઉપરાંત ભાવનગર ડીવિઝનની લોકલ ટ્રેનો બંધ છે , જેના લીધે લોકોને ભારે અગવડતા પડી રહી છે , જે ટ્રેનો ચાલું કરવાની માંગણી પણ દોહરાવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ નાં આગેવાનો જોડાયા હતા.