ભાવનગરની એક લાઈબ્રેરી ૧૮૬૦માં સ્થાપના થઇ હતી અને એ લાઈબ્રેરી એક જ વ્યક્તિએ પોતાના ખરીદેલા ૫૦૦૦ પાંચ હજાર પુસ્તકોથી શરૂ કરેલી એ વ્યક્તિ હતા છગનપ્રસાદ દેસાઈ અને એમણે પોતાના નામથી પોતાના જ પુસ્તકો વડે લાઈબ્રેરી શરૂ કરેલી જે નવાપરા વિસ્તારમાં હાથીથાન પાસે હતી.
આ લાઈબ્રેરીના બધા જ પુસ્તકો વડે નવી લાઈબ્રેરી ભાવનગરના અંગ્રેજ પોલીટીકલ એજન્ટ અને મહારાજના મિત્ર “બાર્ટન”ના નામથી બાર્ટન લાઈબ્રેરીની શરૂઆત ૩૦ ડીસે.૧૮૮૨ના રોજ થઈ. આજે આ લાઈબ્રેરી પોતાનો ૧૩૮મો બર્થ ડે ઉજવે છે.ત્યારે આ લાઈબ્રેરીના કર્મચારીઓ,પ્રમુખ અને ટ્રસ્ટીઓ હાલના યુવાનો,કિશોરો અને ગૃહિણીઓને અપીલ કરે છે.કે આવો એક વખત લાઈબ્રેરીમાં પધારો એક વખત આવનારા અમુક સભ્યપદ લઇ લેશે એવો અમુલ્ય ખજાનો આ હેરીટેજ લાઈબ્રેરી ધરાવે છે.
શ્રેષ્ઠ ગ્રંથાલય અને શ્રેષ્ઠ ગ્રંથપાલનો પુરસ્કાર તથા સન્માન બાર્ટન લાઈબ્રેરીને પ્રથમ વખત ઈ.સ ૧૯૭૭માં ગુજરાત રાજ્ય સરકારનો મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડ અને પછી ઈ.સ ૧૯૭૮માં શિક્ષણ મંત્રી નવલભાઈ શાહના હાથે ૧૪/૧/૧૯૭૮ના રોજ ગ્રંથપાલ શ્રી ઇન્દુકાંત બુચને મળેલું. ઇન્દુકાંત બુચને ૧૯૭૮માં એવોર્ડ મળ્યોએ પછી બાર્ટન લાઈબ્રેરીની ઈમેજ બદલાઈ ગઈ મ્યુનિસિપલ હસ્તક અને ટ્રસ્ટ સંચાલિત આ લાઈબ્રેરી ઇન્દુકાંત બુચની વિદાય પછી નધણીયાતી થઈ ગઈ.ભાવનગરની આ લાઈબ્રેરીનો ઉપયોગ ગાંધીજીએ પણ કરેલો. હરીન્દ્રદવે, બેફામ, કિસ્મત કુરેશી,નાઝીર દેખૈયા જેવા કવિઓ અને દિગંત ઓઝા,નગીનદાસ સંઘવી જેવા પત્રકારો,લેખકો જાહેરમાં કહેતા કે ભાવનગરની બાર્ટન લાઈબ્રેરી અમારી બૌધિક જનેતા છે.
આવા વખતે જયારે બાર્ટન લાઈબ્રેરીની અવસ્થા દારુણ હતી ત્યારે આર.આર.એસના સમર્પિત કાર્યકર રક્ષેશભાઈ ઓઝા એમની એલ.આઈ.સી ની નોકરીમાંથી નિવૃત થયા અને આ લાઈબ્રેરીનો વહીવટ સ્વૈચ્છિક સંભાળી લીધો અને અદભૂત પરિવર્તન લાવીને આજે ફરી વખત લાઈબ્રેરી ને દોડતી કરી દીધી. રક્ષેશભાઈ ઓઝા પણ આજે મુદત વીતી સ્વર્ગિય થઇ ગયા પણ એમણે કરેલું કામ હંમેશા જીવશે.
જે લાઈબ્રેરીમાં કર્મચારીને પગાર નહોતા આપી શકતા એ લાઈબ્રેરી આજે આધુનિકતાથી સુસજ્જ છે.૭૫૦૦૦ ઉપરાંત પુસ્તકો,અમૂલ્ય હસ્તપ્રતો,બ્રિટીશ ગેઝેટો અને સફળ સંચાલન જે આજે થઇ રહ્યું છે. એ બધું જ રક્ષેશભાઈ ઓઝાની દુરંદેર્શીને આભારી છે. આજે તો આ લાઈબ્રેરીમાં વર્ષમાં એક,બે વખત નહિ પણ વારંવાર પુસ્તકો ખરીદવામાં આવે છે.વાચકોની માંગ પ્રમાણે વાચકોએ સુચવેલા પુસ્તકો ખરીદાય છે. વળી એક કબાટ એવો અનામત છે જેમાં લોકોએ ડોનેશન રૂપે આપેલ પુસ્તકો મુકાય છે.
જેને જે પૂસ્તક જોઈએ તે પુસ્તકો લઇ શકે છે.અને પોતે હમેશ માટે ઘરે રાખી શકે છે.આ ઉપરાંત એક વ્યવસ્થા અદભૂત છે કોઈ વાચકને કોઈ પણ ભાષાનું પુસ્તક વાચવા જોઈતું હોઈ અને એ પુસ્તક આ લાઈબ્રેરીમાં ન હોઈ અને બજારમાં ઉપલબ્ધ હોઈતો એ પુસ્તક ફક્ત એક જ વાચક માટે પણ ખરીદવામાં આવે છે. બાર્ટન લાઇબ્રેરીના ૧૩૮માં જન્મદિવસ નિમિત્તે પુસ્તક પ્રેમીઓએ લાઇબ્રેરીની મુલાકાત લેવા હકીમ રંગવાલા દ્વારા અનુરોધ કરાયો છે.