છેલ્લા થોડા સમયથી પ્રસારિત થઈ રહેલી હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં તેમજ ટેલીવીઝનની વિવિધ શ્રેણીઓમાં હિરો દ્વારા અને વિજ્ઞાાપનોમાં મોડેલ દ્વારા શરીર સૌષ્ઠવ તેમજ સીકસ પેક અને ૮ પેકસ એબ દર્શાવાતા યુવા અને આધેડ વયના શ્રોતાજનોને તેમના જેવા શરીર બનાવવાનું રીતસરનું ઘેલુ લાગ્યુ હોય તેમ શહેરના અદ્યતન જીમ, હેલ્થ સેન્ટરો અને ફીટનેસ સેન્ટરોમાં જોડાવવા યુવાનોમાં ભારે ઉત્સુકતા જણાય છે. સ્વાસ્થ્યપ્રદ શિયાળાની ઋુતુના આગમનની સાથે જ શહેરમાં આવેલ શરીરની જાળવણીના અત્યાધુનિક સાધનોથી સુસજજ જીમ, ફીટનેસ સેન્ટરોતેમજ વ્યાયામશાળાઓ વ્યાયામવીરોથી સતત ધમધમી રહ્યા છે. જો કે, હાલ કોરોનાની મહામારીના કારણે ગત વર્ષની તુલનામાં મુલાકાતીઓ અને લાભાર્થીઓની સંખ્યા ચોકકસપણે ઘટી ગઈ છે. સ્થાનિક અલગ અલગ વિસ્તારોમાં આવેલા ખાનગી અને સાર્વજનિક ક્રિડાંગણો તેમજ જીમમાં હાલ પ્રતિદિન અંદાજે એકાદ હજાર આસપાસ ભાઈઓ તથા બહેનો શરીરને વધુ તાકાતવાન બનાવવા માટે અલગ અલગ શીફટમાં ભગીરથ પુરુષાર્થ કરી રહ્યા છે. જે પૈકી મોટા ભાગના યુવાનો ૬ પેક અને ૮ પેક બનાવવા અંગે ઉત્સુક જણાયા હતા. અત્રેના અલગ અલગ જીમમાં શરીર સૌષ્ઠવ માટેના સાધનો અને સુવિધાઓ મુજબ અલગ અલગ દર હોય છે.સામાન્ય રીતે પ્રતિ માસ રૂા ૫૦૦ આસપાસ અને વાર્ષિક પાંચથી છ હજાર આસપાસ ફી વસુલાય છે. આ જીમમાં ૬ પેક અને ૮ પેક જેવુ શરીર સૌષ્ઠવ જાળવવા માટે ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ પર્સનલ ટ્રેઈનર પણ હાજર હોય છે. હિન્દી અને અંગ્રેજી ચલચિત્રના હિરોની જેમ સીકસ પેક, એઈટ પેક જેવુ બોડી ફીગર બનાવવાની લ્હાયમાં શરીરનો સત્યાનાશ ન થઈ જાય તેની પણ તાલીમાર્થીઓએ કાળજી રાખવી અત્યંત આવશ્યક છે. આ અંગેની ભારે કસરત કોઈ તજજ્ઞા કે નિષ્ણાંતની સલાહ મુજબ જ કરવી જરૂરી છે. ૬ પેક કે ૮ પેક બોડી ફિગર બનાવવા માટે વ્યાયામવીરોએ ખાવા પીવામાં પણ ચોકકસપણે પરેજી પાળવી જોઈએ અને ભારે કસરત કરવી પડે છે આવા શરીર બનાવવા માટે આકરી કસરત કરવી પડે છે કસરતથી શરીરને ફાયદો તો થાય જ છે તેવુ તજજ્ઞાોનું મંતવ્ય છે. જયારે યુવાનોએ ફિલ્મી કલાકારોની દેખાદેખીમાં પડયા વિના પોતાના શરીરની કેપેસીટી અનુસાર જ કસરતો કરવી હિતાવહ છે. ઓર્થોપેડિક નિષ્ણાંતોના મંતવ્ય અનુસાર ૪૦ વર્ષથી ઉમરના લોકોએ ૬ કે ૮ પેક જેવુ શરીર બનાવવા જીમની મુલાકાત લેતા પહેલા પોતાના શરીરને કેટલી કલાક અને કેવી કસરતો માફક આવી શકે તેમ છે તે અંગેની મેડીકલી તપાસ પણ કરાવવી જરૂરી છે. અન્યથા મોટી ઉમરે સ્નાયુના રોગથી પિડાવવાની નોબત પણ આવી શકે છે.