કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જુના જનસંધી મિત્ર જીવનભાઈ પટેલની મુલાકત લીધી

390

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમની ભાવનગર ખાતેની મુલાકાત દરમ્યાન તેમના જુના જનસંધી મિત્ર અને પૂર્વ ડે. મેયર શ્રી જીવણભાઈ પટેલને તેમના ઘરે મળ્યા રૂબરૂ મુલાકાત લીધી હતી અને તાજેતરમાં તેમણે કરાવેલ ઓપરેશન બાદ તેઓની તબિયતના હાલચાલ પૂછ્યા આ દરમ્યાન બંને એ જનસંઘ સમયના પાર્ટીના જૂના સ્મરણો ખૂબ વાગોળ્યા હતા તેઓએ જનસંઘ સમયનો સંઘર્ષ, ત્યારની વિકટ પરિસ્થિતિ અને નાણાં તથા કાર્યકર્તાની અછત વચ્ચે કપરા સમયની કામગીરીની હકીકત કાર્યકર્તાઓને વર્ણવી હતી આ સમયે યોગાનુયોગ તેમની સાથે ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે જોડાયા હતા જેઓ એક સમયે સૌથી પ્રથમ કોર્પોરેશનની ચૂંટણી જીવણભાઈ પટેલ સાથે તેમની પેનલમાં લડ્યા હતા અને તેમની પેનલમાં જીત્યા હતા ત્યારથી શરૂ થયેલી સફળ રાજકિય સફર આજે રાજ્ય કક્ષાના મંત્રી સુધી પહોંચી હતી આમ જૂના યાદગાર સ્મરણોથી ઘર ગુંજી ઉઠ્યું હતું તો બીજી તરફ યુવા શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રીશ્રીઓ યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, ડી.બી.ચુડાસમા, શહેર ઉપાધ્યક્ષ દિવ્યા વ્યાસ, પૂર્વ સ્ટે.ચેરમેનશ્રી ભરતસિંહ ગોહિલ, શહેર પ્રવક્તાશ્રી આશુતોષ વ્યાસ સહિતના આગેવાનો જોડાયા હતા જેમને વડીલો પાસેથી માર્ગદર્શન સાથે જુના સ્મરણો, યાદો અને આશીર્વાદ સાથે નવી ઉર્જા મળી હતી આ સમયે જૂની પેઢી અને નવી પેઢીનો સમન્વય થયો હતો એ સમયે ત્યારે સ્થાનિક નગરસેવકો, વોર્ડ પ્રમુખ, મહામંત્રીશ્રી સહિતના આગેવાનો જોડાયા હતા.

Previous articleસ્વાસ્થ્યપ્રદ શિયાળાની ઋુતુ જામતા ધમધમી રહેલા શહેરના જીમ અને હેલ્થ સેન્ટરો
Next articleયુથ કોંગ્રેસ દ્વારા કૃષિ બિલનો વિરોધ અને સંસદનું શિયાળુ સત્ર રદ કરવાના વિરોધમાં મશાલ રેલી યોજાઈ