ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે થી કૃષિ બિલનો વિરોધ અને સંસદનું શિયાળુ સત્ર રદ કરવાના વિરોધમાં મશાલ રેલી આજે સાંજે યુથ કોંગ્રેસ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં છેલ્લા એક મહિનાથી કરતાં પણ વધારે દેશના ખેડૂતો દિલ્હીની સર આજે રાત-દિવસ જોયા વગર ઠંડીમાં પણ કૃષિ બિલના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે સમર્થનમાં તેમજ સંસદનું શિયાળુ સત્ર રદ કરી લોકશાહીના મૃત્યુઘંટ વગાડવા દેશના પ્રધાનમંત્રી દ્વારા કાર્યવાહી કરી રહ્યા છે તેના વિરોધમાં આજે ભાવનગર હિત કોંગ્રેસ દ્વારા મશાલ રેલીનું આયોજન કરાયું હતું.આ મશાલ રેલીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ભાજપના હાય-હાયના નારા લગાવ્યા હતા આ મશાલ રેલીમાં ભાવનગર યુવક કોંગ્રેસ પ્રમુખ રાજપાલસિંહ જાડેજા, શહેર પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી યુવક કોંગ્રેસ તથા એન.એસ.યુ.આઈ, કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.