પાંચ ડીવીઝનમાં પકડાયેલ પોણો કરોડ રૂપિયાનો દારૂ નાશ કરાયો

479

ભાવનગર પોલીસ તંત્ર દ્વારા પાંચ પોલીસ સ્ટેશનોમાં ડીટેઈન કરવામાં આવેલ ઈગ્લીશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ મળી પોણા કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ભાવનગરના એ.ડીવીઝન, બી.ડીવીઝન, સી.ડીવીઝન, ડી. ડીવીઝન અને વરતેજ પોલીસ મથકમાં પકડાયેલા ઈગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ભાવનગર પોલીસ તંત્રના પાંચ ડીવીઝનોમાં પકડવામાં આવેલો ઈગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી વરતેજ-બુધેલ રોડ પર આવેલ ઈન્કમટેકસ ઓફિસના મેદાનમાં કરવામાં આવી હતી. આ કાર્યવાહી એસ.ડી.એમ., એ.એસ.પી. શફિન હસન, પાંચેય ડીવીઝનના પોલીસ ઈન્સ્પેકટરોની ઉપસ્થિતીમાં ભાવનગરના એ.ડીવીઝન, સી.ડીવીઝન, બી.ડીવીઝન, ડી.ડીવીઝન અને વરતેજ પોલીસ મથકમાં પકડવામાં આવેલ ઈગ્લીશ દારૂની બોટલ નંગ-ર૭,૦૬૬ કિંમત રૂપિયા ૭૭,૧૯,૯૦૦ના દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળ્યા હતા.
આમ કુલ મળી પોણો કરોડના ઈગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

Previous articleશુક્રવારથી કવોડરેન્ટીડસ ઉલ્કા વર્ષાનો અવકાશી નજારો
Next articleવધતીજતી મોંઘવારી પ્રશ્ને ભાવનગર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા સાયકલ રેલી યોજી કલેકટરે કચેરી આવેદન આપ્યું