હાલ કોરોના મહામરીને લઈને ત્રણ મહિના જેવું લોકડાઉન રહેલું સાથોસાથ અનલોક થાય બાદ ધંધા રોજગાર માંડમાંડ ચાલુ થાય છે તયારે ડગલે ને પગલે વધતી જતી મોંઘવારીથીલોકોને પરીવાર ચલાવવા માં અત્યંત મુશ્કેલી પડે છે . કૉંગ્રેસ નું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ક્રૂડ ઓઇલ ના ભાવ સ્થિર હોય ત્યારે ફક્ત ભારત માં પેટ્રોલ ડીઝલ માં અસહ્ય ભાવ વધારો આમ પ્રજા ની કમર તોડી નાખી છે . સરકાર ધારે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલ ઉપર ની રોયલ્ટી તથા ય્જી્ ઘટાડી ને લોકો ને રાહત ભાવે આપી શકે છે,જયારે વિશ્વ માં ક્રૂડ ઓઇલ ના ભાવ આસમાને હતા ત્યારે પણ ભૂતકાળ માં કોંગ્રેસ ની સરકારે લોકો ને પરવડે તે ભાવે આપેલ સાથોસાથ ૨૦૧૪ સુધી ન્ઁય્ સિલિન્ડરનો ભાવ ૩૨૫ રૂપિયા હતો જે છેલ્લા ૬ વર્ષ માં ૭૦૦ રુપીયા છે જેની ઉપર થી અસહ્ય મોંઘવારી ની ખબર પડે . આના વિરોધ માં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા શહેરના જશોનાથ સર્કલ થઈ ઊંટ ગાડીમાં ભજનકીર્તન સાથે ઘોડાગાડી તેમજ સાયકલ યાત્રા કાઢી શુત્રોચ્ચાર સાથે મોંઘવારી ને મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનો , પૂર્વ કોર્પોરેટરો , શિક્ષણ સમિતિ સદસ્ય , યુથ કોંગ્રેસ , એન.એસ.યુ.આઈ , મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલ ના આગેવાનો કાર્યકરો હાજર રહિયા હતા.