મહાત્મા મંદિર ખાતે વિજય રૂપાણીએ ‘આપદા મિત્ર’ તાલીમનો પ્રારંભ કરાવ્યો

816
gandhi342018-3.jpg

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કુદરતી આપદાને પહોચી વળવા પુરૂષાર્થની તાકાતથી પૂર્નવસન-પૂનનિર્માણની સજ્જતા માટેની યુવાશકિત સેના ગુજરાત ઊભી કરશે તેવી સ્પષ્ટ નેમ દર્શાવી છે. સ્વ નો નહિ, સમાજ શ્રેયનો વિચાર કરીને જીવન ખપાવી દેવા પડકારો સામે બાથ ભીડવા સક્ષમ આ યુવા બ્રિગેડ ગુજરાતને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે દેશમાં અગ્રેસર બનાવશે.
મુખ્યમંત્રીએ ય્જીડ્ઢસ્છ દ્વારા રાજ્યના જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા બે હજાર યુવા-યુવતિઓ માટેના ‘આપદા મિત્ર’ તાલીમ કાર્યક્રમનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. આ તાલીમ કાર્યક્રમ તહેત શારીરિક સક્ષમ હોય તેવા યુવકો તથા યુવતિઓને જરૂરી તાલીમ આપીને આ કામગીરીમાં સ્વૈચ્છિક રીતે જોડવામાં આવે છે. કોઇપણ આપત્તિ આવે ત્યારે પ્રથમ પ્રતિભાવ આપવામાં અસરકારક રીતે જિલ્લા વહીવટીતંત્રને મદદરૂપ થાય તે આ આપદા મિત્રનો મુખ્ય ઉદેશ છે. આ પસંદ થયેલા બે હજાર જેટલા આપદા મિત્રોને ઉંડા પાણીમાં તરવાની અને શોધ તેમજ બચાવ કામગીરી અંગેની તથા પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવશે. 
આપદા-આફતમાં ફસાયેલા જનસામાન્યની સેવા-બચાવના કાર્યને ઇશ્વરીય કાર્ય ગણાવતાં ઉમેર્યુ કે, આપણી સંસ્કૃતિમાં જીવમાત્રના કલ્યાણ જીવમાત્રની ચિંતા કરવાનો ભાવ છે. 
રાજ્ય સરકારે અદ્યતન ટેકનોલોજી, યુવા કૌશલ્ય અને આપદા પ્રબંધનની તજ્જ્ઞતા તેની સાથે જોડીને આફત આવતા પૂર્વેની સજ્જતા અને ઓછામાં ઓછું નૂકશાન થાય તેવી તાલીમથી આ આપદા મિત્રોને તૈયાર કરવાનું અભિયાન ઉપાડયું છે. ગુજરાતમાં ર૦૦૧માં આવેલા ભયાવહ ભૂકંપે સર્જેલી તારાજી અને ગત વર્ષે બનાસકાંઠા-પાટણમાં પૂરના પ્રકોપે વેરેલા વિનાશ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની જે કુશળતા તંત્ર અને નાગરિકો-પ્રજાજનોએ દર્શાવીને આપત્તિને અવસરમાં પલ્ટાવી તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. 
જલ, વાયુ, અગ્નિ સહિતની કુદરતી આફતોની સંભાવના ધરાવતા ગુજરાતે દેશભરમાં પ્રથમ એવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ની રચના કરીને આ પડકારોને પાર પાડવાનો, સફળ પૂનનિર્માણ નો ઉત્તમ દાખલો બેસાડયો છે. ‘આપદા મિત્રો’ને પ્રેરણા આપતાં જણાવ્યું કે, પોતાના જીવની પરવા કર્યા વિના અન્યોના જીવ બચાવવાનો આપદ ધર્મ નિભાવવા તત્પર યુવા શકિત ના સથવારે ગુજરાત કોઇપણ આપદાને પહોચી વળવા કટિબધ્ધ છે જ.
શાળા કોલેજોમાં અભ્યાસની સાથે સાથે આપત્તિ સમયે મદદરૂપ થવાનું જ્ઞાન પણ આપવામાં આવી રહ્યું છે. રાજ્ય કક્ષાએ ૨૫૭ ટ્રેનરો દ્વારા ૩૩ હજારથી વધુ શાળાઓમાં તાલીમ અપાઇ છે અને ૫૭,૮૨૦ શિક્ષકોને તાલીમથી સજ્જ કરાયા છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના મુખ્ય કારોબારી અધિકારી અનુરાધા મલે સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, આપત્તિ સમયે લોકોને તથા જાનમાલને ઓછું નૂકશાન થાય અને વધુને વધુ લોકોને બચાવી શકાય તે આશયથી ય્જીડ્ઢસ્છ દ્વારા આપદા મિત્ર યોજના શરૂ કરાઇ છે. 

Previous article ભારત બંધ : ગાંધીનગરમાં ચકકાજામ, સુત્રોચ્ચાર, ભારે દેખાવો અને આવેદનપત્ર
Next article ‘પાંચજન્ય-ઓર્ગેનાઇઝર : રાષ્ટ્રીય વિચારોની યાત્રા’ વિષયક બે દિવસીય વિચાર ગોષ્ઠી સંપન્ન