જોગસ પાર્ક આડે આવતા દબાણો પર બુલડોઝર ફર્યું

272

ભાવનગરના જવાહર મેદાન ફરતે જોગસ પાર્ક બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે તેવામાં ગુરૂ દ્વારાના ખાંચામાં દબાણો હોય, મહાનગર પાલિકા દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતુ અને સમય મર્યાદામાં દબાણો હટાવવાની નોટીસ પાઠવવામાં આવી હતી. આ નોટીસી સમય મર્યાદા પુર્ણ થતા મહાનગર પાલિકાના બુલડઝરો પાકા બાંધકામો પર ફરી વળ્યા હતા. જો કે, આસપાસના રહીશોમાં રોષ વ્યાપી જતા થોડો સમય સુધી કાર્યવાહી થંભાવી દેવામાં આવી હતી પરંતુ મહાનગર પાલિકાની ટીમ સંપુર્ણ દબાણ દુર કરીને પરત ફરશે.
ભાવનગર શહેરના જવાહર મેદાન પાસે જોગસ પાર્ક બનાવવાનું હોય અને અગાઉ પણ ગધેડીયા ફિલ્ડ આસપાસના દબાણો હટાવી જોગસ પાર્કના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેવામાં જવાહર મેદાનના ગુરૂ દ્વારા પાસે આવેલ ખાંચામાં દબાણ હટાવવા ગયેલી ટીમને અટકાવવામાં આવી હતી. દરમ્યાનમાં દબાણકર્તાઓને નોટીસ પાઠવી દબાણો હટાવી લેવા સમય આપવામાં આવ્યો હતો. પરંતુ દબાણકર્તાઓ દ્વારા આ ખાંચામાંથી દબાણો દુર નહી કર્તા નોટીસની સમય મર્યાદા પણ પુર્ણ થતી હોય, મહાનગર પાલિકાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ચાર બુલડોઝરો સાથે ત્રાટકયા હતા અને આ ખાંચામાં આવેલ કાચા બાંધકામો અને પાકા બાંધકામો તોડી પાડયા હતા. દરમ્યાનમાં દબાણકર્તાઓમાં રોષની લાગણી ફેલાતા થોડીવાર ઓપરેશન ડીમોલીશનની કાર્યવાહી થંભાવી દેવી પડી હતી પરંતુ રકજકના અંતે બુલડોઝરો ફરી શરૂ થયા હતા અને દબાણ હટાવની કામગીરી ફરી શરૂ થઈ ગઈ હતી. મહાનગર પાલિકાના અધિકારીઓની દેખરેખ અને પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા. આમ જોગસ પાર્કને નડતો તમામ દબાણો દુર કરવામાં આવ્યા હતા.

Previous articleઅર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારને ભરપેટ ભોજન કરાવાયું
Next articleગઢડા તાલુકાના જીઝાવદર ગામે નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરીવળ્યા